Published By:-Bhavika Sasiya
- ચાર માળની બિલ્ડીંગ ઉપર પરથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું
- પિતા અને જુવાન દીકરાની સ્મશાન યાત્રા એકસાથે નીકળી
- અંકલેશ્વર GIDC માં આવેલા ગણેશ પાર્કમાં રહેતા પટેલ પરિવારમાં શોકનો માહોલ

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલેશ્વરના દર્શન કરી પરત ફરતા પિતાનું હૃદયરોગમાં મૃત્યુની જાણ થતાં 16 વર્ષના પુત્રએ ચોથા માળથી કુદી આત્મહત્યા કરી છે. પટેલ પરિવારમાં દોઢ કલાકમાં પિતા અને પુત્રના મૃત્યુના સમાચાર મળતા દુઃખનો ડુંગર તૂટી પડ્યો હતો. પિતા અને જુવાન દીકરાની સ્મશાન યાત્રા એકસાથે નીકળતા પંથકમાં ગમગીની છવાઇ ગઇ હતી.
અંકલેશ્વર GIDC માં આવેલા ગણેશ પાર્કમાં રહેતા પટેલ પરિવારના મોભી મહાકાલેશ્વર મહાદેવના દર્શન અર્થે ઉજ્જૈન ગયા હતા. દર્શન કરી પરત કરતા સમયે મધ્યપ્રદેશના થાંદલા ખાતે બસમાં જ તેમને હાર્ટ એટેક આવતા તેમનું મોત નીપજ્યું હતું. પિતાની છત્રછાયા ગુમાવનાર 16 વર્ષના પુત્રને પિતાના મૃત્યુના સમાચાર મળતા આઘાતમાં સરી પડેલા પુત્રએ પિતાના વિરહમાં ઘરની બાજુમાં આવેલી ચાર માળની બિલ્ડીંગ ઉપર પરથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું.
ચાણસ્માના આ પટેલ પરિવારમાં માત્ર દોઢ કલાકમાં જ પિતા અને પુત્રના મૃત્યુથી દુઃખનો ડુંગર તૂટી પડ્યો હતો અને પિતા અને પુત્રની અર્થી એક સાથે નીકળતા આખું વાતાવરણ ગમગીન બની ગયું હતું. મૂળ ચાણસ્મા અને હાલ અંકલેશ્વર જીઆઇડીસીમાં રહેતા સંજયકુમાર રમેશભાઈ પટેલ તેમના પરિવારમાં પત્ની સુરેખા મોટી દીકરી હેપ્પી અને નાનો દીકરો તેજ સુખી સંપન્ન પરિવાર હતું.
પાનોલીની પેસ્ટીસાઈડ ઇન્ડિયા કંપનીમાં 14 વર્ષથી નોકરી કરતા હતા. ત્રણ વિસ પહેલા ઉજ્જૈન મહાકાલેશ્વર મહાદેવના દર્શન કરવા ગયા હતા ત્યાંથી ખાનગી બસમાં અંકલેશ્વર આવવા રવાના થયા હતા તે અરસામાં મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના થાંદલા તાલુકાના બસ સ્ટેન્ડમાં તેમને આકસ્મિક ય રોગનો હુમલો આવતા બસના ડ્રાઇવરે 108 ને બોલાવી સરકારી દવાખાને દાખલ કરાવતા ત્યાં તબીબોએ તપાસ કરતા મૃત જાહેર કર્યા હતા.