Published by : Rana Kajal
વડોદરા શહેર પ્રમુખ ઋત્વિજ જોશીને ટિકિટ મળતા સ્થાનિક સ્તરે વિરોધ થયો છે અને કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો છે કે આ ટિકીટ ફાળવણીને કારણે મરાઠી સમાજ સાથે અન્યાય થયો છે. મૂળ મરાઠી કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયામાં રોષ વ્યક્ત કર્યો હતો અને અકોટા બેઠક પર વર્તમાન કોર્પોરેટર બાળુ સુર્વેને ટિકિટ આપવાની માગણી કરી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે તેમની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં કોંગ્રેસે કુલ 43 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસે ફરી એક વખત જૂના જોગીઓ પર દાવ ખેલ્યો છે સાથે જ અનેક નવા ચહેરાઓને પણ મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાને ફરી એક વખત પોરબંદરથી ટિકીટ આપવામાં આવી છે. જ્યારે કે ઘાટલોડિયા બેઠક પરથી રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિકને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે બીજી તરફ વડોદરાની સયાજીગંજ બેઠક પરથી અમી રાવતને ટિકીટ આપવામાં આવી છે. અમી રાવત વડોદરા મનપાના વિપક્ષના નેતા છે. જ્ઞાતિ મુજબ સમીકરણો જોઇએ તો પ્રથમ યાદીમાં કુલ 11 આદિવાસી, 10 પાટીદાર, 10 ઓબીસી અને 7 અન્ય સવર્ણ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.