Published By:-Bhavika sasiya
સાબરમતી જેલ અમદાવાદની ગતિવિધિ અચાનક તેજ બની ગઈ હતી. તા. 26 માર્ચના રવિવારે ઉત્તરપ્રદેશની પોલીસ પહોચી ગઈ હતી અને કાયૅવાહી શરૂ કરી દીધી હતી. રાજ્યમાં જેલના દરોડા બાદ હવે સાબરમતી જેલમાં થઈ મોટી હલચાલ શરૂ થઈ. યુપી પોલીસની ટીમ સાબરમતી પહોંચી હતી. તા. 26માર્ચ રવિવારે હાઈ સિક્યુરીટીવાળી સાબરમતી જેલમાં પહોંચી હતી અને ત્યાંથી અતિકનો કબજો મેળવીને તેને બાયરોડ પ્રયાગરાજ લઈ જવામાં આવશે અને ત્યાં તેની સામે કેસ ચલાવવામાં આવશે.
અતીકના ભાઈ અશરફને પણ બરેલીથી પ્રયાગરાજ લવાશે ઍવી અટકળો કરાઇ રહી છે બસપાના ધારાસભ્ય ઉમેશ પાલ હત્યા કેસમાં અતિકનો ભાઈ અશરફ પણ આરોપી છે તેને હાલમાં બરેલીની જેલમાં રાખવામાં આવ્યો છે તેને પણ બરેલીથી ખસેડીને પ્રયાગરાજ લાવવામાં આવશે. ઍવી વીગતો સપાટી પર આવી રહી છે