- એવિએશન ફ્યુઅલની નિકાસ પર વિન્ડફોલ પ્રોફિટ ટેક્સમાં કર્યો ઘટાડો
- સરકારે ડીઝલની નિકાસ પરનો ટેક્સ પણ 8 રૂપિયાથી ઘટાડીને 5 રૂપિયા પ્રતિ લીટર કર્યો
વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડા વચ્ચે સરકારે સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ તેમજ ડીઝલ અને એવિએશન ફ્યુઅલની નિકાસ પર વિન્ડફોલ પ્રોફિટ ટેક્સમાં ઘટાડો કર્યો છે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન જેવી કંપનીઓ દ્વારા ઉત્પાદિત ક્રૂડ ઓઇલ પરનો વિન્ડફોલ પ્રોફિટ ટેક્સ રૂ. 4,900 પ્રતિ ટનથી ઘટાડીને રૂ. 1,700 પ્રતિ ટન કરવામાં આવ્યો છે.
15 ડિસેમ્બરે જારી કરાયેલા સરકારી આદેશમાં જણાવાયું હતું. ક્રૂડ ઓઈલને શુદ્ધ કરવામાં આવે છે અને તેને પેટ્રોલ, ડીઝલ અને એટીએફ જેવા ઈંધણમાં રૂપાંતરિત કરવામાં આવે છે. સરકારે ડીઝલની નિકાસ પરનો ટેક્સ પણ 8 રૂપિયાથી ઘટાડીને 5 રૂપિયા પ્રતિ લીટર કર્યો છે. એ જ રીતે, એટીએફની નિકાસ પર તે 5 રૂપિયાથી ઘટાડીને 1.5 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. નવા ટેક્સ દર 16 ડિસેમ્બરથી લાગુ થશે. ભારતે પહેલી જુલાઈએ વિન્ડફોલ પ્રોફિટ ટેક્સ લાદ્યો હતો.
આ સાથે, તે એવા કેટલાક દેશોમાં સામેલ થઈ ગયું. જે ઊર્જા કંપનીઓને તેમના વધુ પડતા નફા પર ટેક્સ લગાવે છે. આ સમયે પેટ્રોલ અને એટીએફ પર 6 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લિટરની નિકાસ ટેક્સ લગાવવામાં આવ્યો હતો. સ્થાનિક ક્રૂડ ઓઈલ ઉત્પાદન પર 23,250 રૂપિયા પ્રતિ ટનનો વિન્ડફોલ ટેક્સ લગાવવામાં આવ્યો હતો. પેટ્રોલ પર નિકાસ કર નાબૂદ કરવામાં આવ્યો છે. છેલ્લા બે સપ્તાહની ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમતના આધારે દર પખવાડિયે ટેક્સના દરોની સમીક્ષા કરવામાં આવે છે. ડિસેમ્બરમાં ભારત દ્વારા આયાત કરાયેલા ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત 77.79 પ્રતિ બેરલ હતી. નવેમ્બરમાં તે બેરલ દીઠ 87.55 અને ઓક્ટોબરમાં 91.70 પ્રતિ બેરલ હતું.