Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateEntertainmentઅભિનેતા…ગોવિંદાના ઘરમાં કામ કરતી નોકર નીકળી કરોડોની માલિક...કારણ જાણીને ચોંકી જશો… ફિલ્મની...

અભિનેતા…ગોવિંદાના ઘરમાં કામ કરતી નોકર નીકળી કરોડોની માલિક…કારણ જાણીને ચોંકી જશો… ફિલ્મની વાર્તા જેવી ધટના બની …

90ના દશકના મોટા સ્ટાર્સની વાત થાય છે ત્યારે તેમાં ગોવિંદાનું નામ સામેલ થાય છે. એક્ટિંગ અને ડાન્સના કારણે તેણે લાખો દિલો પર રાજ કર્યું છે. એક સમયે લોકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતાં હતા. ગોવિંદાના ચાહકોમાં મહીલાઓ અને યુવતીઓ પણ ખૂબ મોટા પ્રમાણમાં હતી. તે ચોકલેટી હીરો તરીકે અને ડાન્સિંગ સ્ટાર તરીકે જાણીતો હતો….અભિનેતાનું વ્યક્તિત્વ જોઈને છોકરીઓ તેની સાથે લગ્ન કરવા તત્પર રહેતી હતી.તેવામાં તાજેતરમાં ગોવિંદાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન તેની એક મહિલા ચાહક સાથે સંબંધિત એક અનોખો કિસ્સો જણાવ્યો ….

ગોવિંદાએ જણાવ્યું કે એક ચાહકે તેની નજીક રહેવા માટે તેના ઘરમાં હાઉસ હેલ્પ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. તે દરમિયાન અભિનેતાએ સુનીતા સાથેના લગ્નની વાત ગુપ્ત રાખી હતી. તેણે કહ્યું, “એક દિવસ તેના ઘરની બહાર એક યુવાન છોકરી ઉભેલી જોવા મળી. તે એક સારા પરિવારમાંથી આવતી હતી. મેં તેને પૂછ્યું કે તમારે નોકરી જોઈએ છે? મેં મારી માતાને આ વિશે પૂછ્યું, તે પછી તેણે તેને ઘરની મદદ તરીકે રાખી.” અભિનેતાએ વધુમાં ઉમેર્યું કે તે કામમાં નબળી હતી, પરંતુ જ્યારે પણ તે ઘરની અંદર આવતી ત્યારે તે કંઈકને કંઈક કામ કરતી રહેતી હતી. આ દરમિયાન સુનીતાએ તેના વર્તનમાં ફેરફાર જોયો. તેને સમજાયું કે કંઈક ખોટું થઈ રહ્યું છે.

“એક દિવસ, તે ફોન પર વાત કરી રહી હતી. સુનિતાએ તેનો ફોન આંચકી લીધો. તે તેના પિતા સાથે વાત કરી રહી હતી અને ખબર પડી કે તે એક મોટા પરિવારમાંથી આવે છે અને તેના પિતા પાસે આઠ કાર છે. તે ગોવિંદાની મોટી ફેન હતી. તે માત્ર તેની સાથે રહેવા માંગતી હતી.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!