- વોટર એરોડ્રામ ની મુલાકાત લીધી નવી જેટી બનાવવાની વાત કરી પણ સી પ્લેન ક્યારે ઉડશે તે અંગે કહ્યું પ્રક્રિયા ચાલુ છે
અમદાવાદથી કેવડીયા ખાતે સી પ્લેન ઊડ્યાં બાદ ટૂંક જ સમયમાં તે સેવા બંધ કરવાની ફરજ પડી હતી. છેલ્લા 2 વર્ષથી આ સેવા બંધ છે. ત્યારે હજુ ક્યારે આ સેવા શરૂ થશે તેના ઉપર સસ્પેન્સ યથાવત છે. આજરોજ નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદી કેવડીયા ખાતે પહોચ્યા હતા ત્યાં પણ તેઓએ આ અંગે મૌન સેવ્યું હતું

અમદાવાદ થી કેવડિયા સી પ્લેન ની સેવા છેલ્લા 2 વર્ષથી બંધ છે. સેવા શરૂ થયા બાદ પણ ક્યારેક શરૂ રહી અને ક્યારેક સમારકામના નામે બંધ રહી. રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી પૂર્ણેશ મોદીએ આજે શુક્રવારના રોજ કેવડિયા એકતાનગર વોટર એરોડ્રામ ની મુલાકાત કરી હતી. જેમાં વોટર એરોડ્રામ નું રીનોવેશન અને જેટી નવી બનાવવા ની વાત કરી હતી પરંતુ સી પ્લેન ક્યારે સરું થશે એ વાત પર મૌન સેવી આ પ્રક્રિયા હજુ ચાલુ છે તેમ જણાવ્યુ હતું. આગામી 31 ઓકટોબરના રોજ સ્ટેચ્યું ઓફ યુનિટીની વર્ષગાંઠ છે અને તેની ભવ્ય ઉજવણીનું પણ આયોજન છે. દરમિયાન આજની મુલાકાત અને એરોડ્રામ માટેની તૈયારીઓ પરથી આશા સેવાઇ છે કે આ સેવા ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે.
(ઈનપુટ : દિપક પટેલ, કેવડીયા)