Published by : Rana Kajal
- કોરોનાના બે વર્ષ બાદ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખુલ્લો મુકાયો…
- દેશ-વિદેશના વિવિધ 56 પતંગબાજો કાઈટ ફેસ્ટિવલમાં જોડાયા…
G20ના થીમસમા કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ અમદાવાદ ખાતે થતા આકાશ પતંગોથી છવાઈ ગયું હતું.દેશ વિદેશના 56 જેટલા પતંગ રસિયાઓએ પતંગ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. વિદેશી પતંગો પણ આકાશમા જણાઈ હતી.
અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલ ખુલ્લો મુકવમાં આવ્યો હતો. આ વખતે કાઈટ ફેસ્ટિવલ G20 સમિટની થીમ પર યોજાયો છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ગુજરાત સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજથી શરુ થનારો કાઈટ ફેસ્ટિવલ આગામી 14 જાન્યુઆરી એટલે કે ઉતરાયણ સુધી આ મહોત્સવ ચાલશે. આ પતંગ મહોત્સવમાં દેશમાંથી અને વિદેશમાંથી પતંગબાજો જોડાશે. આ વખતે કાઈટ ફેસ્ટીવલમાં અંદાજીત 56 દેશના પતંગબાજો જોડાશે.