Published by : Vanshika Gor
- મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલને કોરોના અને જમીન અધિગ્રહણનું ગ્રહણ નડયું
- પ્રોજેકટનો કુલ અંદાજીત ખર્ચ 1.08 લાખ કરોડથી વધવાની ભરપૂર સંભાવના
- ક્યારે પ્રોજેકટ પૂર્ણ થશે તેની સમય અવધિ પણ હજી નિશ્ચિત નહિ
- જાપાનીઝ વર્લ્ડ કલાસ Shihkansen ટેક્નોલોજીની 59 વર્ષથી દોડતી બુલેટ ટ્રેનમાં અત્યાર સુધી ZERO જીવલેણ અકસ્માત
દેશની પેહલી બુલેટ ટ્રેન અમદાવાદ-મુંબઈ વચ્ચે ક્યારે દોડશે તેની નિશ્ચિત સમય અવધિ પુરી પડાઈ નથી. જોકે 5 વર્ષમાં MAHSR પ્રોજેકટ પાછળ ₹ 38,506 કરોડનો ખર્ચ અત્યાર સુધી થયો હોવાનું રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં માહિતી આપી છે.મુંબઈ-અમદાવાદ વચ્ચે દેશની પેહલી બુલેટ ટ્રેન દોડાવવા 19 સપ્ટેમ્બર 2017 ના રોજ અમદાવાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાપાનના વડાપ્રધાનની ઉપસ્થિતિમાં શિલાન્યાસ કરાયો હતો.
સાબરમતીથી BKC સુધી 315 કિલોમીટરમાં બુલેટ ટ્રેન દોડાવવા તે સમયે અંદાજીત 1,08,000 કરોડનો પ્રોજેકટ ખર્ચ જાહેર કરવામાં આવ્યો હતો. સાથે જ ગુજરાત અને મહારાષ્ટ્રમાં 12 સ્ટેશનો ઉપર ટ્રેનને સ્ટોપેજ અને તેના સ્ટેશન બનાવવા સહિતની કામગીરીનો બુલેટ મેપ તૈયાર કરી દેવાયો હતો.સૌપ્રથમ એલિવેટેડ ટ્રેક, સ્ટેશન, બિલ્ડીંગ, ડેપો બનાવવા જમીન સંપાદનની કામગીરી હાથ ધરાઈ હતી. ગુજરાત અને દાદરા & નાગર હવેલીમાં મોટા ભાગે હાલ જમીન સંપાદન પૂર્ણ થઈ ચૂક્યું છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-12-at-8.32.24-AM-721x1024.jpeg)
લોકસભાના સત્રમાં ગૃહમાં સાંસદ કૌશલેન્દ્ર કુમારે રેલમંત્રીને બુલેટ ટ્રેનની હાલની પ્રગતિ, સ્થિતિ અને પ્રોજેકટ ખર્ચ અંગે પ્રશ્ન પૂછ્યો હતો.રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે આપેલા જવાબ મુજબ અત્યાર સુધી 352 KM નો એલિવેટેડ વાયડક તૈયાર થઈ ગયો છે. સરેરાશ 157 કિલોમીટરનું પાઈલિંગ કાર્ય પણ પૂર્ણ થયું છે. સાથે જ હાલ સુધી 180 KM નું ફાઉન્ડેશન થઈ ચૂક્યું છે. જ્યારે 37 KM માં ગુજરાત અને દાદરા & નાગર હવેલીમાં ગર્ડર લોન્ચિંગ પણ કરી દેવાયું છે.
રેલમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરી પાછળ ₹38 હજાર 506 કરોડનો ખર્ચ થઈ ચૂક્યો છે. વર્ષ 2017 માં ધારેલા કુલ અંદાજીત ખર્ચ 1.08 લાખ કરોડમાં વધારો થઈ શકે છે.પ્રોજેકટ વિલંબિત ચાલવા પાછળ કોરોના અને મહારાષ્ટ્રમાં જમીન સંપાદનમાં આવેલી અડચણો કારણભૂત ગણાવાયા હતા. જ્યારે બુલેટ ટ્રેનની સુરક્ષા ઉપર ગુહમાં પુછાયેલ સવાલના જવાબમાં રેલ મંત્રી એ કહ્યું હતું કે, જાપાનીઝ shihkansen ટેકનોલોજી સૌથી સુરક્ષિત અને હાઈટેક છે. જાપાનમાં 1964 એટલે કે 59 વર્ષથી બુલેટ ટ્રેન દોડે છે અને અત્યાર સુધી એક પણ જીવલેણ બનાવ બન્યો નથી.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-12-at-8.32.24-AM-1-594x1024.jpeg)