Published by: Rana kajal
અમેરિકાના પ્રમુખ પર ઍક પછી એક એમ ઉપાધી આવી રહીં છે ત્યારે હવે અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનના પુત્ર હન્ટર સામે કરચોરી અને ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો છે… જો બાઇડન તેમના પુત્રના બિઝનેસ વ્યવહારો અને ડ્રગ વ્યસન અંગે પણ સવાલોનો સામનો કરી રહ્યાં છે આ એગ્રીમેન્ટને મંગળવારે જાહેર કરાયુ હતું.
જેમાં જણાવ્યા મુજબ હંટર બાઇડન ટેક્સનો ગુનાની કબુલાત કરશે અને બીજી તરફ ગેરકાયદે હથિયાર રાખવાના આરોપમાં તે ફરિયાદ પક્ષ સાથે એગ્રીમેન્ટ કરે તેવી શક્યતા છે. હંટર ડ્રગ્સનો બંધાણી હતો તે સમયે તેની પાસેથી હથિયાર મળ્યું હોવાનો આરોપ છે. ફેડરલ ક્રિમિનલ ચાર્જ કોર્ટમાં દાખલ થયા પછી આવા આરોપમાં સમાધાન કરવાનું અસાધારણ ગણવામાં આવે છે.હંટર બાઇડન અમેરિકાના પ્રેસિડન્ટનો બીજો પુત્ર છે અને તેની સામે લાંબા સમયથી ન્યાય વિભાગની તપાસ ચાલતી હતી અને આ એગ્રીમેન્ટ પછી તપાસનો અંત આવ્યો છે….