Thursday, May 7, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalઅમેરિકામાં છટણીથી ભારતીય માટે H-1B વિઝા મેળવા પડકારજનક...

અમેરિકામાં છટણીથી ભારતીય માટે H-1B વિઝા મેળવા પડકારજનક…

Published by : Anu Shukla

  • અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ચિંતા વ્યક્ત કરી
  • બીડન સરકારનું વહીવટીતંત્ર અર્થતંત્રને સ્થિર કરવા માટે પ્રયત્નશીલ

વિશ્વમાં કોરોના બાદ આવેલો છટણી દોર હજુ યથવાત છે. હાલ વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે યુએસમાં પણ કર્મચારીઓની છટણી પ્રક્રિયા શરુ છે. ઘણી મોટી ટેક કંપનીઓએ તેમના હજારો કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે. જેની સીધી અસર તેના પરિવાર પર પડી રહી છે. જેને લઇ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ચિંતા વ્યક્ત કરી હતી. બીડન સરકારનું વહીવટીતંત્ર અર્થતંત્રને સ્થિર કરવા માટે પ્રયત્નશીલ છે.

ભારતીયો માટે એક પડકાર

H-1B વિઝા એ નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે યુએસ કંપનીઓને વિદેશી કામદારોને નોકરી આપવાની મંજૂરી આપે છે. અમેરિકામાં નોકરીમાંથી જે લોકોની છટણી કરવામાં આવી છે, તેમાં મોટા ભાગના ભારતીય કે જે આઈટી પ્રોફેશનલ્સ સાથે જોડાયેલ છે. મોટાભાગના ભારતીય ત્યાં રહેવા માટે H-1B વિઝા મેળવાનો પ્રયાસ કરી રહ્યા હોય છે. હવે અમુક લોકોની છટણી બાદ, પરિસ્થિતિ એવી છે કે તેઓએ વિઝા નિયમોના આધારે નિર્ધારિત સમયમર્યાદામાં નવી નોકરી શોધવી પડશે, જે એક પડકારજનક સ્થિતિ સાબિત થઇ શકે છે.

મોટી મોટી ટેક કંપનીઓમાં છટણીનો દોર

આઈટી કંપનીઓની વાત કરીએ તો ગૂગલથી લઈને માઈક્રોસોફ્ટ અને ફેસબુકમાં છટણીનો તબક્કો ચાલી રહ્યો છે. અગાઉ માઈક્રોસોફ્ટ, ફેસબુક, એમેઝોન જેવી કંપનીઓએ કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. આ પછી તાજેતરમાં જ ગૂગલ જેવી દિગ્ગજ કંપનીએ પોતાના 12000 કર્મચારીઓને બહાર કરવાની જાહેરાત કરી છે. અગાઉ એમેઝોનમાંથી 18,000 અને મેટામાંથી 10,000 લોકોને નીકાળી દીધા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security