Published by : Vanshika Gor
- ચૈત્રી નવરાત્રીથી કરી શકશો અયોધ્યાની પ્રતિકૃતિ સમાન રામ મંદિરના દર્શન…ચાંદીના રામ મંદિરના રામનવમીએ થશે દર્શન…..
- સુરતના ઍક ચોકસીએ અયોઘ્યા ખાતે નિર્માણ પામી રહેલા ભવ્ય રામ મંદિરની ચાંદીની પ્રતિકૃતિ તૈયાર કરી છે. જેના દર્શન ભક્તો કરી શકશે…
સુરતના જ્વેલર્સ દિપક ચોક્સીના શો રૂમમાં બનાવાવમાં આવેલું ચાંદીનું રામ મંદિર આકર્ષક બન્યું છે. આવનાર રામ નવમીના દિવસે આ ચાંદીના મંદિરની પ્રતિકૃતિ ભાવિકો માટે દર્શનાર્થે મૂકવામાં આવશે.સુરતના જ્વેલર્સે રામ નવમી ધ્યાને રાખીને તેમજ લોકોની માગણીને ધ્યાનમાં રાખીને ચાંદીનું મંદિર બનાવ્યું છે અને તેમાં સરસ મજાની કોતરણી પણ કરી છે. ચાંદીમાંથી બનેલા આ રામ મંદિરની કિંમત રૂ.80 હજાર થી લઈ 5 લાખ સુધી રાખવામાં આવી છે.

મળતી માહિતી મુજબ ચાંદીની અલગ અલગ પ્રતિકૃતિ બનાવવા માટે અંદાજિત બે મહિના સુધીનો સમય લાગ્યો છે. સૌ પ્રથમ તો આ રામ મંદિરની પ્રતિકૃતિ પુઠાની અંદર ઊભી કરવામાં આવી હતી. ચાંદીમાંથી બનાવેલા આ રામ મંદિર માટે પહેલા ડિજિટલ ફ્રેમ બનાવવામાં આવી હતી . ત્યારબાદ લાકડામાં મંદિર બનાવાયું હતું અને આખરે તેને છેલ્લો ઓપ આપીને મંદિરને ચાંદીમાં ઢાળવામાં આવ્યું હતું. દેશમાં આગામી વર્ષમાં જ્યારે રામમંદિર ભાવિકો માટે ખુલ્લૂ મૂકાશે, ત્યારે લોકો તેના દર્શન કરી શકશે. જોકે સુરતમાં ભાવિકો તે પહેલા જ ચાંદીના રામ મંદિરના દર્શન કરી શકશે.
રામ મંદિરની અલગ અલગ વજનની પ્રતિકૃતિ બનાવાઈ જેમા 600 ગ્રામ, 1.250 કિલો, 3.500 કિલો અને 5 કિલોના જુદા જુદા 4 રામ મંદિર બનાવવામાં આવ્યા છે. જેની કિંમત રૂ 70 હજારથી લઈને 5 લાખની કિંમત છે મંદિરનીપ્રતિકૃતિને પ્રથમ નવરાત્રિથી લોકોના દર્શન માટે મુકવામા આવશે.