Published by : Rana Kajal
શિવરાત્રિ અંતર્ગત 18 ફેબ્રુઆરી મહાશિવરાત્રી પર્વના રોજ ઉજ્જૈન શહેરમાં મોટાપાયે શિવ જ્યોતિ અર્પણમ ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શિપ્રા નદીના ઘાટો પર 21 લાખ દીવા પ્રગટાવીને વિશ્વ વિક્રમ સર્જાશે. ઉત્સવની પ્રાથમિક તૈયારીના ભાગરૂપે ફાયર ફાઈટરની મદદથી ઘાટ ધોવાની કામગીરી પણ કરવામાં આવી હતી. આ સાથે મહાનગરપાલિકા દ્વારા ઘાટનું માર્કિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જ્યાં દિવા લગાવવામાં આવશે. ઉત્સવ અંતર્ગત જ્યાં જ્યાં દીવા લગાડવામાં આવશે, તેને અલગ-અલગ સેક્ટરમાં વહેંચીને વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે દરેક સેક્ટરમાં માર્કિંગની કામગીરી પૂર્ણ થયા બાદ દિપક લગાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવશે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/02/download-49.jpg)
હાલમાં, અયોધ્યામાં સૌથી મોટા દીવાઓના પ્રદર્શનનો રેકોર્ડ છે. 23 ઓક્ટોબર 2022ના રોજ એક સાથે 15 લાખ 76 હજાર દીવા પ્રગટાવવાનો રેકોર્ડ હતો. જેના કારણે ઉજ્જૈનમાં બનેલો રેકોર્ડ તૂટી ગયો હતો. હવે ઉજ્જૈનમાં અયોધ્યાનો રેકોર્ડ તોડવાની તૈયારી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હજારો શિવભક્તો 21 લાખ દીવાઓથી શહેરને રોશની કરશે. મહાશિવરાત્રી પર ઘરો અને સંસ્થાઓમાં દીવા પ્રગટાવવામાં આવશે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/02/download-45.jpg)