Published by : Rana Kajal
ભૈસા રેલ્વે સ્ટેશન : ભારતના રેલ્વે સ્ટેશનોના નામ સાંભળીને ભલભલાને હસવું તો આવી જ જાય..જેમકે…ભૈંસા રેલ્વે સ્ટેશન…પશુઓના નામ પર રાખવામાં આવેલા રેલ્વે સ્ટેશનના નામ સાંભળીને લાગશે કે અહીં માણસો નહીં પરંતુ પશુઓ જ રહેતા હશે. આ રેલ્વે સ્ટેશન તેલંગાણાના નિર્મળ જિલ્લામાં ભૈંસા શહેરના નામ પર રાખવામાં આવ્યું છે. આ ગામની વસ્તી 50 હજાર છે….

કાલા બકરા રેલ્વે સ્ટેશન :આ રેલ્વે સ્ટેશન જાલંધરમાં આવેલું છે. આ સ્ટેશનનું નામ ફક્ત બકરા જ નહીં પરંતુ ‘કાલા બકરા’ છે.

સુઅર રેલ્વે સ્ટેશન : સુઅર રેલ્વે સ્ટેશન ઉત્તરપ્રદેશનાં રામપુર જિલ્લાનું છે.
બિલ્લી જંકશન : બિલ્લી જંકશનએ ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં એક નાનકડું ગામ પણ છે…
બીબીનગર રેલ્વે સ્ટેશન : હવે કુટુંબીજનોના નામ પર આવેલા રેલ્વે સ્ટેશનો કે જેમાં…બીબીનગર રેલ્વે સ્ટેશનદક્ષિણ-મધ્ય રેલ્વેના વિજયવાડા વિભાગનું ‘બીબીનગર રેલ્વે સ્ટેશન’ તેલંગાણામાં આવેલું છે.

બાપ રેલ્વે સ્ટેશન : રાજસ્થાનના જોધપુર આવેલું સ્ટેશન છે…વડીલ નાના નામે પણ સ્ટેશન છે…

નાના રેલ્વે સ્ટેશન :નાના રેલ્વે સ્ટેશન રાજસ્થાનમાં આવેલું છે. જે સિરોહી પિંડવાડામાં છે.
સાલી રેલ્વે સ્ટેશન : આ નામ સાંભળીને એવું લાગ્યું હશે કે જો સાથે જીજાજીના નામનું સ્ટેશન હોય તો જીજાજી-સાલીનું જોડી જામી જાત. આ સ્ટેશન જોધપુર જિલ્લા ડુડુમાં છે. આ સ્ટેશન ઉત્તર-પશ્ચિમ રેલ્વે સાથે જોડાયેલ છે.