ચાંદીની કાર આકર્ષણ ઉભુ કરી રહી છે.ચાંદીની કાર આગ્રાના મેળામાં જયપુરના એસ.એસ.જ્વેલર્સના સ્ટોલ પર રાખવામાં આવી હતી. ચાંદીની કારના નિર્માતા શિશિર સિંઘલે જણાવ્યું કે આ કાર સંપૂર્ણપણે ઓટોમેટિક છે, જે રિમોટથી નિયંત્રિત થાય છે. તેને વીજળીથી પણ ચાર્જ કરી શકાય છે. તેની કિંમત 1.5 લાખ રુપિયા છે. તેમણે કહ્યું કે આ કાર માત્ર શો પીસ તરીકે ઘરની સુંદરતા જ નહીં વધારશે, બાળકો તેની સાથે રમી પણ શકશે. આ સિલ્વર કોટેડ કાર ખાસ કરીને બાળકોની પસંદગીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ઓર્ડર મળ્યા પછી જ અમે તેને તૈયાર કરીએ છીએ. તેને બનાવવામાં 30 દિવસ જેટલો સમય લાગે છે. મળતી માહિતી મુજબ ચાંદીની કાર દિવસે દિવસે ખુબ લોકપ્રિય બની રહી છે, સાથેજ પરદેશમાં પણ આ કાર લોકપ્રિય બની ગઇ છે. ચાંદીની કાર લોકોમાં આકર્ષણ ઉભુ કરે છે. સાથેજ બાળકોના રમવા માટે પણ ખુબ ઉપયોગી છે આ કાર રિમોટ થી કન્ટ્રોલ થઈ શકે છે સાથેજ તેને સહેલાઈથી ચાર્જ પણ કરી શકાય છે.
આગરામાં ચાંદીની કારનું આગવું આકર્ષણ… જયપુરના જ્વેલરે 30 દિવસની મહેનત કરી કાર તૈયાર કરી
RELATED ARTICLES




