Published by : Rana Kajal
- અરબી સમુદ્રમાં વાવાઝોડું થયુ સક્રીય….
આજથી ગુજરાત રાજયના લગભગ મોટા ભાગના જિલ્લાઓમાં વાવાઝોડા ” બિપર જોય” ની અસર જોવા મળશે. રાજયના વિવિધ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. તે સાથે રાજયના તમામ બંદરો ખાતે પણ સંભવિત વાવાઝોડા અંગે અને દરિયો તોફાની બનશે તે અંગેનું બે નબરનું સિગ્નલ મુકવામાં આવેલ છે.. હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા વાવાઝોડાની પરિસ્થિતી સર્જાઇ છે. જેમાં ગુજરાતનાં બનાસ કાંઠા, સાબર કાઠા, અરવલ્લી, પાટણ, મોડાસા, મહેસાણા અને મહારાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વાવાઝોડા અને ભારે વરસાદ અંગે ચેતવણી આપવામા આવી છે. સાથેજ SDRF ની ટીમો ને પણ સતર્ક કરી દેવામાં આવી છે