- ઝઘડિયા પંથકમાં ઉત્સાહ સભર વાતાવરણમાં ખોડીયાર જયંતીની ઉજવણી કરાઇ
- શોભાયાત્રા યજ્ઞ તેમજ સામૂહિક આરતી તથા ભંડાળા ના કાર્યક્રમો યોજાયા.
આજરોજ ગુપ્ત નવરાત્રીની મહા સુદ આઠમ ને દુર્ગાષ્ટમી તથા ખોડીયાર જયંતિ નિમિત્તે ખોડીયાર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. દુર્ગાષ્ટમી અને ખોડીયાર જયંતીના દિને ઝઘડિયા પંથકમાં ગામે ગામ માં ખોડલના મંદિરે પૂજા અર્ચના વહેલી સવારથી જ શરૂ થઈ હતી, ઉપરાંત ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે ખોડીયાર જયંતિ નિમિત્તે માતાજીના જવાળા સાથે શોભાયાત્રા રાણીપુરા ગામમાં નિકળી હતી, યજ્ઞ તથા મહા આરતીના આયોજન થયા હતા. આ નિમિત્તે ભંડારાના પણ આયોજન માતાજીના ભક્તો દ્વારા કરવામાં આવ્યા હતા. ખોડીયાર જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માં ખોડીયાર ની પૂજા અર્ચના કરી ધન્યતા નો અનુભવ કર્યો હતો.
