Published by : Anu Shukla
- પંચાલ સમાજ દ્વારા ભગવાન વિશ્વકર્મા મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું
- ભરૂચ જીલ્લામાં ભગવાન વિશ્વકર્મા જન્મ જયંતીની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી
ભરૂચ જીલ્લામાં ઠેરઠેર ભગવાન વિશ્વકર્મા જન્મ જયંતી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભરૂચ જી.આઈ.ડી.સી.માં આવેલ પાર્થ કન્સ્ટ્રકશન ખાતે રાજસ્થાન મંડળ દ્વારા વિશ્વકર્મા જયંતી યુવા મહોત્સવ અને ૨૦માં વાર્ષિક ઉત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું હતું જેમાં સભ્યોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. તો આવી જ રીતે જંબુસરમાં વસતા સુથાર સમાજ દ્વારા ભગવાન વિશ્વકર્માના જન્મ જયંતીની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. સુથાર સમાજ દ્વારા હવન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. હવનમાં શ્રીફળની આહુતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમોનો સમાજના સભ્યો અને ભાવિક ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.




