Published By : Patel Shital
ભરૂચ જિલ્લામાં આજે તા. 29 મે અને સોમવારના દિવસે ગાજવીજ સાથે વરસાદ વરસે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં ગતરોજ સમી સાંજથી વાતવરણમાં પલટાવો આવ્યો હતો. મે માસના દિવસો હોવા છતા ચોમાસાના દિવસો હોય તેવું વાતાવરણ છવાઈ ગયું હતું. જિલ્લાના જંબુસર તાલુકા જેવા કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો તો ભરૂચ નગરમાં પણ વરસાદે હાજરી પુરાવી હતી.
તે સાથે આજે હવામાન ખાતાની આગાહી મુજબ સાયકલોન સર્ક્યુલેશનના પગલે રાજ્યના જુદાજુદા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે જેમાં ભરૂચ જિલ્લાના વિસ્તારોનો પણ સમાવેશ થાય છે.