Published By:-Bhavika Sasiya
શ્રાવણ માસ ભગવાન ભોલેની ભક્તિનો માસ કહેવાય છે ત્યારે આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર હોવાના પગલે ભરૂચ જિલ્લાના શિવ મંદિરોમાં ભગવાન ભોલેના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેમજ બમ બમ ભોલેના પ્રચંડ નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા.
આ વર્ષે અધિક શ્રાવણ માસ અને શ્રાવણ માસનો સુયોગ હતો. અધિક શ્રાવણ માસ નિમિત્તે ભરૂચ તાલુકાબા નાંદ ગામ ખાતે યાત્રાનુ આયોજન કરાયું હતુ. જેમાં પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અધિક શ્રાવણ માસ બાદ શ્રાવણ માસ પણ હવે પૂર્ણ થવાના આરે છે ત્યારે આજે શ્રાવણ માસના અંતિમ સોમવારે મોટી સંખ્યામાં ભક્તો ભગવાન ભોલેના મંદિરમાં જઈ ભોલેની ભક્તિ કરી હતી. ભરૂચ જિલ્લામાં શ્રાવણ માસનો અનેરો મહિમા છે એમ પણ કહેવાય છે કે પાવન કારી સલીલા નર્મદા નદીના કણ કણમાં ભગવાન ભોલેનો વાસ છે. આવા ભરૂચ જિલ્લામાં શ્રાવણ માસનો અનેરો મહિમા હોવાથી ભક્તો દૂર દૂર થી નર્મદા સ્નાન અર્થે પણ આવી રહ્યા છે હવે જયારે શ્રાવણ માસના અંતિમ દિવસો ચાલી રહ્યા છે ત્યારે ભક્તો શિવની ભક્તિમા લીન બન્યા છે