- કાશ્મીરી પંડિતોની સંપત્તિ દબાણ મુક્ત થતાં આતંકવાદીઓ હતાશ…. આતંકવાદીઓ હવે હિન્દુઓ પર હુમલા કરી રહ્યા છે…
વીતેલા કેટલાક મહિનાઓ માં આતંકીઓ અને તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા લોકો પર જમ્મુ-કાશ્મીર તંત્રએ કડક કાર્યવાહી કરતા હડકંપ મચી ગયો છે. આતંકીઓ એટલી હદે નિરાશ થઈ ગયા છે કે તેમણે લઘુમતીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. જે અંગે સુરક્ષા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર તાજેતરમાં જમ્મુ-કાશ્મીર સરકારે ઘટસ્ફોટ કર્યો હતો કે કાશ્મીરી પંડિતો, શીખો અને અમુક પ્રવાસી મુસ્લિમોની 325 એકરની સંપત્તિને તેના પર દબાણ કરનારા લોકોના કબજામાંથી મુક્ત કરાવી લેવાઈ છે. વર્ષ 1990માં આતંકના વર્ચસ્વ વખતે સ્થાનિકોએ તેમને કાશ્મીરથી નાસી જવા મજબૂર કરી દીધા હતા અને તેમના અબજો રૂપિયાનાં ઘર અને બાગ સહિત અન્ય સંપત્તિઓ પર કબજો કરી લીધો હતો.આ કબજો હટાવવાથી જ આતંકીઓ ચિંતિત થઈ ગયા છે કેમ કે અમુક સંપત્તિઓ પર આતંકીઓ અને તેમની સાથે સહાનુભૂતિ ધરાવતા લોકોએ કબજો કરી રાખ્યો હતો. સરકારને કાશ્મીરમાં પંડિતોની જમીન પચાવી પાડવાની 8000થી વધુ ફરિયાદો મળી હતી. તેમાંથી મોટા ભાગની ફરિયાદોનો નિકાલ લાવી દેવાયો છે. તંત્રએ કાશ્મીરી પંડિતોની સંપત્તિ અંગે એક વેબસાઈટ પણ બનાવી છે.નિરાશ અને હતાશ આતંક વાદીઓએ ભારતીય સૈન્યના રાજૌરી સ્થિત કેમ્પની બહાર ગોળીબાર કરી સુરિન્દરકુમાર અને કમલ કિશોર નામની બે સ્થાનિક વ્યક્તિ નાં મોત નીપજવ્યા હતાં જ્યારે ઉત્તરાખંડનો અનિલકુમાર ઘવાયો હતો. સૈન્યએ કહ્યું કે તેમનાં મૃત્યુ આતંકી હુમલામાં થયાં હતાં. જ્યારે સ્થાનિકો દાવો કરે છે કે બંને 10 વર્ષથી કેમ્પની કેન્ટીનમાં કામ કરતા હતા. લોકોએ વિરોધમાં નેશનલ હાઇવે ઠપ કર્યો હતો.