Published by : Rana Kajal
- 13 બેઠકો માટેના ઉમેદવારોની યાદી વડોદરા ખાતે જાહેર કરાઈ
આમ આદમી પાર્ટી દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને આજે સાતમું લિસ્ટ જાહેર કરાયું છે. આજે વધુ 13 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. વડોદરા ખાતે પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા દ્વારા આ લિસ્ટ જાહેર કરાયું છે.
વિધાનસભાની ચૂંટણી માટે હાલ સુધી ભાજપ અને કોંગ્રેસ દ્વારા એક પણ લિસ્ટ જાહેર નથી કરાયું તેવામાં આમ આદમી પાર્ટી દ્વારા આજે સાતમું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અગાઉ 6 લિસ્ટ જાહેર કરાયા બાદ આજરોજ તેઓએ 13 બેઠક ઉપરના ઉમેદવાર જાહેર કર્યા હતા. વડોદરા ખાતે પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને આ લિસ્ટ જાહેર કરાયું છે. જાહેર કરાયેલ લિસ્ટમાં કડી, ગાંધીનગર, વઢવાણ, મોરબી, જસદણ, જેતપુર (પોરબંદર) કાલાવાડ, જામનગર ગ્રામ્ય, મહેમદાવાદ, લુણાવાડા, સંખેડા, મંડાવી(બારડોલી) અને મહુવા ( બારડોલી) બેઠકનો સમાવેશ થાય છે.
