આમિર ખાનની દીકરી આઇરાએ બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે મુંબઈમાં સગાઈ કરી હતી. થોડા મહિના પહેલાં જ ઈટાલીમાં નૂપુરે આઇરાને પ્રપોઝ કરી હતી. હવે બંનેએ ઓફિશિયલી પરિવારની હાજરીમાં સગાઈ કરી હતી. આ સેલિબ્રેશનમાં આમિરની પૂર્વ પત્ની કિરણ રાવ પણ સામેલ થઈ હતી.

- આમિર ખાનને ઓળખવો મુશ્કેલ બન્યો
આમિર ખાનને દીકરીની સગાઈમાં ઓળખવો મુશ્કેલ બની ગયો હતો. આમિર સફેદ દાઢીમાં જોવા મળ્યો હતો. તેણે વ્હાઇટ કુર્તો-પાયજામો તથા બ્લેક ચશ્મા પહેર્યા હતા. આઇરાની મમ્મી રીના દત્તા ક્રીમ તથા પીળા રંગની સાડીમાં જોવા મળી હતી. કિરણ રાવ દીકરા આઝાદ સાથે જોવા મળી હતી.સગાઈમાં આઇરાની મમ્મી, ભાઈ જુનૈદ, કઝીન ઈમરાન ખાન, દાદી ઝિનત હુસૈન, ફોઈ નિખત તથા ફરહત પણ સામેલ થયા હતા. બોલિવૂડ એક્ટ્રેસ ફાતિમા સના શેખ પણ આવી હતી.
- આમિરની પહેલી પત્નીની દીકરી છે
આમિર ખાને પહેલા લગ્ન રીના દત્તા સાથે કર્યાં હતાં. આમિર જ્યારે ‘કયામત સે કયામત તક’નું શૂટિંગ કરતો હતો ત્યારે જ તેણે રીના સાથે લગ્ન કર્યાં હતાં. આ જ ફિલ્મના ‘પાપા કહતે હૈ’ ગીતમાં રીના મહેમાન ભૂમિકામાં જોવા મળી હતી. 18 એપ્રિલ 1986માં થયેલા એ લગ્ન 16 વર્ષ ટક્યાં. 2002માં તેમના ડિવોર્સ થઈ ગયા. આમિર અને રીનાને બે બાળક- જુનૈદ અને આઈરા છે. આ બંને રીના સાથે જ રહે છે. ઉલ્લેખનીય છે કે આઈરાએ 2019માં ‘યુરિપાઈડ્સ મેડિયા’ નામના પ્લે સાથે થિયેટરમાં ડેબ્યુ કર્યું હતું. આ પ્લેને ડિરેક્ટ કર્યું હતું. આ શોથી વરુણ ધવનની ભત્રીજી અંજિની ધવને એક્ટ્રેસ તરીકે ડેબ્યુ કર્યું હતું. આ નાટકમાં ક્રિકેટર યુવરાજ સિંહની પત્ની હેઝલ કિચે લીડ રોલ પ્લે કર્યો હતો.