- સત્સંગથી રહેણી-કહેણી સુધીમા આસારામની નકલ… હાલમા રૂ 10 હજાર કરોડની સંપત્તિનું આ રીતે કરે છે મેનેજમેન્ટ
કહેવાતા સંત આસારામ બાપુને આજીવન કારાવાસની સજા થયા બાદ, અબજોની સંપત્તિ અને શિષ્યોને માર્ગદર્શન આપવા વારસદાર કોણ તેનો એક્જ જવાબ મળી રહયો છે કે પુત્રી ભારતી હાલમા પણ વારસદાર તરીકે ભૂમિકા ભજવી રહી છે….ભારતી દેવી એક એવી મહિલા જે હવે આસારામના કરોડોના સામ્રાજ્ય જ નહીં, અનુયાયીઓ રૂપી વિશાળ માનવ મહેરામણની પણ ધુરા સંભાળી રહી છે. આસારામના દીકરી ભારતી દેવી, જે અનુયાયીઓમાં ભારતીશ્રી અને શ્રીજીના નામે ઓળખાય છે.
આસારામ અને તેનો દીકરો નારાયણ સાંઈ બળાત્કારના કેસમાં સજા ભોગવી રહ્યા છે. આટલા મોટા સામ્રાજ્યનું સંચાલન, હિસાબ-કિતાબ રાખવો આસારામ કે નારાયણ સાંઈની પહોંચ બહારનું કામ બની ગયું. એટલે વારસદાર તરીકે આ અધ્યાયમાં આસારામની દીકરી ભારતી દેવીની એન્ટ્રી થઈ.જેના વિશે લોકો ખૂબ ઓછું જાણે છે. ભારતી દેવી તો બાળપણનું નામ પરંતુ હવે તે ભારતીશ્રી અને શ્રીજીના નામે ઓળખાય છે. વર્ષો પહેલાં ‘સંત શ્રી આસારામ ટ્રસ્ટ’ બન્યું હતું. આ ટ્રસ્ટનું હેડક્વાર્ટર તો અમદાવાદ છે, પરંતુ દેશ-વિદેશમાં આસારામના જેટલાં પણ આશ્રમ, શાળા કે અન્ય સંસ્થાઓ સ્થપાઈ, તેનું સંચાલન આ ટ્રસ્ટના માધ્યમથી હાલ ભારતી દેવી કરી રહ્યાં છે. એવું નથી કે ભારતી દેવીનું નામ અચાનક જ આશ્રમના વારસદાર તરીકે ચર્ચામાં આવ્યું હોય. ભારતી દેવીની કહાનીની શરૂઆત થાય છે 19 વર્ષ પહેલાં.
વર્ષ 2004 થી શરૂ થઈ હતી. આ એ સમયની વાત છે જ્યારે આધ્યાત્મ જગતમાં આસારામનો સૂર્ય મધ્યાહને હતો. આખા દેશમાં ક્યાંય પણ થતી વિવિધ આધ્યાત્મિક ગતિવિધિઓમાં આસારામ અને તેનો દીકરો નારાયણ સાંઈ કેન્દ્રમાં રહેતા હતા. પરંતુ, આધ્યત્મના મંચ પર એક દિવસ પૂર્વ આયોજનના ભાગરૂપે જ ભારતી દેવીની એન્ટ્રી થઈ. ધીરેધીરે ભારતી દેવીએ સંત્સગમાં પોતાની હાજરી વધારવાનું શરૂ કર્યું. કેટલાક વર્ષોમાં જ ભારતી દેવીએ આસારામની જેમ જ લોકોને શબ્દોના માધ્યમથી ધર્મના નામે વશમાં કરવામાં પાવરધા થઈ ગઈ. કોઈ પણ વાતને ખૂબ જ સરળ રીતે લોકોના મનમાં ઉતારી દેવી એ ભારતી દેવીની સૌથી મોટી આવડત. છતાં પણ બહારની દુનિયામાં ભારતી દેવીની ચર્ચા જવલ્લે જ થતી હતી. કારણ કે લોકોનું ધ્યાન આસારામ અને નારાયણ સાંઈ પર જ કેન્દ્રીત રહેતુ હતુ. પરંતુ આસારામ, નારાયણ સાંઈ અને તેમના અનુયાયીઓએ ક્યારેય વિચાર્યું ન હોય એવી એક ઘટના બની અને અચાનક જ લાઈમલાઈટમાં ભારતી દેવી. સત્સંગમાં લોકો સમક્ષ પોતાની વાતને પ્રસ્તૃત કરવા માટે ભારતી દેવી આસારામની જ સ્ટાઈલ અપનાવે છે.