Published By : Parul Patel
ઇટાલીની સરકારે વિદેશી ભાષાને લઈને મોટો નિર્ણય લીધો છે.
ઇટાલીમાં કાયદો લાગુ પાડવામાં આવ્યો છે. કાયદા મુજબ જે વિદેશી ભાષાનો ઉપયોગ કરે છે તેને 100,000 યુરો નો દંડ ચૂકવવો પડશે. કોઈપણ ઈટાલિયન નાગરિક કે જેઓ તેમના સત્તાવાર સંદેશા વ્યવહાર દરમિયાન અંગ્રેજી અથવા અન્ય કોઈપણ વિદેશી ભાષાનો ઉપયોગ કરે છે તેને 100,000 યુરો (89,33,458 લાખ)નો દંડ ચૂકવવો પડશે.
આ કાયદો ફેબિયો રેમ્પેલી દ્વારા ઇટાલિયન ચેમ્બર ઑફ ડેપ્યુટીઝ (લોઅર હાઉસ)માં રજૂ કરવામાં આવ્યો હતો. તેને વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ટેકો આપ્યો હતો. કાયદાની રજૂઆત કરતાં તેમણે જણાવ્યું હતું કે કોઈપણ વિદેશી ભાષા ખાસ કરીને ‘એંગ્લોમેનિયા’ અથવા અંગ્રેજી શબ્દોના ઉપયોગ પર આધારિત હોય છે, જેનાથી ઈટાલિયન ભાષા અપમાનની લાગણી અનુભવે છે. તેમણે કહ્યું કે તે વધુ ખરાબ છે જો કે આ બિલને લઈને ઈટાલીની સંસદમાં ચર્ચા થશે. સમર્થન મળ્યા બાદ તેને પાસ કરવામાં આવશે. આ બિલમાં સત્તાવાર દસ્તાવેજ અંગ્રેજીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની વાત કરવામાં આવી છે. ડ્રાફ્ટ કાયદા અનુસાર, વિદેશી સંસ્થાઓ પાસે તમામ આંતરિક નિયમો અને રોજગાર કરારના ઇટાલિયન ભાષાના સંસ્કરણો હોવા આવશ્યક છે.




