Published by : Rana Kajal
એક પછી એક ઇસ્લામિક દેશો આર્થિક બરબાદીનો શિકાર બની રહ્યા છે. પાકિસ્તાન બાદ લેબનોનની પણ ખરાબ આર્થિક પરિસ્થિતિ કથળી ગઇ છે..પશ્ચિમી એશિયામાં લેબનોન કંગાળીના માર્ગે છે. લેબનોન પર આર્થિક સંકટ એટલું ભારે છે કે લેબનોની પાઉન્ડનું મૂલ્ય એક ડોલર સામે એક લાખનું થઈ ગયું છે. લેબનોનની 60 ટકાથી વધુ વસ્તી મુસ્લિમોની છે.આર્થિક ચલણ સંકટના લીધે લેબનોનનમાં ખાવાપીવાની ચીજોની કિંમત ખુબ વધી રહી છે.
મળતી માહિતી મુજબ લેબનોનના રાજકીય અને પ્રભાવશાળી વર્ગ દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચારના લીધે ત્યાં 2019માં આર્થિક મંદી આવી હતી. તેના પછી લેબનોનનો પાઉન્ડ સતત નીચે ઉતરતો રહ્યો છે.
લેબનોનની 60 લાખથી વધુ વસ્તીમાંથી 75 ટકા હિસ્સો દારૂણ ગરીબીમાં જીવી રહ્યો છે. લેબનોનની મધ્યસ્થ બેન્ક દ્વારા એક ડોલર સામે 15000નો લેબનોની પાઉન્ડનો દર નક્કી કરાયો છે, પણ બજાર રેટ જુદો જ ચાલે છે. જાન્યુઆરીના અંતે ડોલર સામે લેબનોની ચલણનો બજારભાવ 60000 લેબનોની પાઉન્ડ હતો.




