Published By : Parul Patel
સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને નફરત ફેલાવવાના કેસમાં ઉત્તર પ્રદેશની રામપુર કોર્ટે તેને દોષિત ઠેરવ્યો છે.
આ અંગે વિગતે જોતા વર્ષ 2019 માં, રામપુરના શહઝાદ નગર પોલીસ સ્ટેશનમાં સપા નેતા આઝમ ખાન વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. લોકસભા ચૂંટણી દરમિયાન ભડકાઉ ભાષણ આપવાનો આરોપ હતો. આઝમ ખાન તે સમયે SP-BSP ગઠબંધન તરફથી લોકસભાના ઉમેદવાર હતા. રામપુર કોર્ટે આ મામલે આઝમ ખાનને 2 વર્ષની સજાની સાથે 1000નો દંડ ફટકાર્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન આઝમખાને તેમની એક જાહેરસભામાં મુખ્યમંત્રી અને તત્કાલીન જિલ્લા મેજિસ્ટ્રેટ સહિત અનેક અધિકારીઓ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી, વાયરલ વીડિયોની નોંધ લેતા, એડીઓ પંચાયત અનિલ ચૌહાણે શહજાદ નગર પોલીસ સ્ટેશનમાં એસપી નેતા વિરુદ્ધ કેસ કર્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે 2 વર્ષની જેલ અને રૂ 1હજાર નો દંડ આઝમ ખાનને ફટકાર્યો હતો.