- 10લોકોનાં મોત નીપજ્યા જેમાં 3 મહિલાઓ 4 પુરુષ અને 3 બાળકોનો સમાવેશ…
- શહેરમાં વરસાદી પાણીના ભરાવાના પગલે જળબંબાકારનાં દ્રશ્યો…
શ્રાદ્ધનાં દિવસોમાં ઉત્તર પ્રદેશનાં વિવિઘ વિસ્તારોમાં પણ સતત ભારે વરસાદ વરસી રહયો છે. બે દિવસથી વરસતા સતત અને ભારે વરસાદના પગલે લખનઉ શહેરમાં 10 લોકોના મોત નીપજ્યા હતા. લખનઉ શહેરનાં કેન્દ્ર વિસ્તારના પાછળના ભાગમાં આવેલા દિલકશા નજીકની કોલોનીની દીવાલો ભારે વરસાદના પગલે ધસી પડી હતી. બે દિવસથી વરસતા ભારે વરસાદના પગલે લખનઉ શહેરમાં 3 મહિલાઓ 4 પુરુષો અને 3 બાળકોના મોત નીપજ્યા હતા. ભારે વરસાદના પગલે દીવાલ ધસી પડતાં અને અન્ય કારણોસર ઇજા પામેલ ઇજાગ્રસ્તો સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે.