- ગરીબ ઘરની દીકરીનો કરુણ અંત…
ઉત્તરાખંડની ગરીબ ઘરની દીકરી અંકિતા ભંડારીની આજે અંતિમ વિધી NIT ઘાટ શ્રીનગર ખાતે થશે.ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામી એ જણાવ્યુ કે અંકિતા ભંડારીની હત્યા સાથે સંકળાયેલા આરોપીઓને કડક સજા કરવામાં આવશે. જ્યારે અંકિતાના પિતા વીરેન્દ્ર ભંડારીએ આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરી છે. આરોપી પુલકીત ધામીના રિસોર્ટ પર રાજ્ય સરકારે બુલડોઝર ફેરવી દીધું છે તો લોકોએ આરોપીઓની ફેક્ટરીને આગના હવાલે કરી દીધી હતી. અંકિતા ભંડારી પોડી ગઢવાલ જિલ્લાના શ્રિકોટ ગામની રહેવાસી હતી. તેના પિતા વીરેન્દ્ર મજૂરી કામ કરતા હતા પરંતુ ઉંમર વધતા મજૂરી કરી શકતા ન હતા. માતા આંગણવાડીમાં કામ કરે છે ઍક ભાઇ સચિન કોમ્પ્યુટરનો કોર્ષ કરે છે ગરીબી હોવા છતા અંકિતા ભણવામાં ટોપર હતી ઍક વર્ષનો હોટલ મેનેજમેન્ટનો કોર્ષ કરી રિસોર્ટમાં નોકરી કરતી હતી. ૧૯વર્ષની અંકિતા તા ૧૯ સપ્ટેમ્બરથી ગુમ હતી તેનો મૃતદેહ ચિલ્લા પાવર હાઉસ પાસેથી મળી આવ્યો હતો.




