Published By : Disha PJB
સેતુરએ ખટમધુરાં ફળ હોય છે. શીત હોવાથી બળતરા-દાહને રોકે છે. તે વાજીકર હોવાથી બળપ્રદ છે. પાકાં શેતુરનું શરબત તાવમાં, ગરમીના દીવસોમાં અને ગરમીના વીકારોમાં ખુબ જ ઉપયોગી છે.
ચીત્તભ્રમ, ત્વચારોગો અને લોહીના બગાડમાં પણ ઉપયોગી છે. શેતુરમાં કેલ્શીયમ, ફોસ્ફરસ, લોહ, કેરોટીન(વીટામીન ‘એ’નું પુર્વરુપ), થીયામીન(વીટામીન બી૧), રીબોફ્લેવીન(વીટામીન બી૨) જેવાં તત્ત્વો સારી માત્રામાં રહેલાં છે.
આંખો માટે છે બેસ્ટ ફળ- આપણામાંના મોટા ભાગના લોકો આંખનો થાક, સૂકી આંખો, એકાગ્રતાનો અભાવ અને તાજેતરમાં સ્ક્રીન ટાઈમમાં વધારો થવાને કારણે ઝાંખી દ્રષ્ટિથી પરેશાન છે. માત્ર સ્ક્રીનથી દૂર રહેવાથી મદદ મળશે નહીં, પરંતુ આંખના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે આપણે આપણા આહારમાં તે મુજબ સુધારો કરવાની જરૂર છે. સેતુરમાં કેરોટિન અને ઝેક્સાન્થિન હોય છે જે આંખના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે ઉત્તમ છે.
બ્લડ શૂગર લેવલ કરશે મેનેજ- સેતૂરનો સૌથી સારો સ્વાસ્થ્ય લાભ એ છે કે તે શરીરમાં ગ્લુકોઝના શોષણને સુધારીને શરીરમાં બ્લડ શૂગરને નિયંત્રિત કરે છે. આ એક માન્યતા છે કે, ડાયાબિટીસના દર્દીઓ મીઠા ફળો ખાઈ શકતા નથી. સેતૂરમાં અમુક પોષક તત્વો અને રસાયણો જોવા મળે છે, જેનો ઉપયોગ ડાયાબિટીસની દવાઓમાં થાય છે.
લિવર હેલ્થ માટે વરદાન- શેતૂરમાં રહેલ પ્રચૂર આયર્નને લીધે તમારા યકૃત માટે ઉત્તમ છે. તેમના સેવનથી રક્ત શુદ્ધિકરણમાં મદદ મળે છે જે લીવરના સ્વાસ્થ્યને સુધારે છે.