Published by : Rana Kajal
ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો શ્રીખંડ જેવી વાનગી આરોગી ગરમી સામે ઠંડક મેળવવાનો પ્રયાસ કરતા હોય છે. પરંતુ આ વર્ષે શ્રીખંડના ભાવ પણ વધે તેવી સંભાવના જણાઈ રહી છે.. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ના સૂત્રોના જણાવ્યા અનુસાર ઉનાળામા ઉંચી માગના કારણે ડેરી પેદાશો એટલેકે દૂધની પેદાશો કે જેમા શ્રીખંડ જેવી વાનગી ઓનો પણ સમાવેશ થાય છે. તેના ભાવો ઉંચા રહેવાની સંભાવના જણાઈ રહી છે. હાલના દિવસોમાં જ્યારે ડેરી પેદાશોની માંગમાં મોટો વધારો થયો છે જેના પ્રમાણમાં દૂધ ઉત્પાદનમાં વધારો થયો નથી. સાથે એમ પણ જણાવાયુ છે કે ખરાબ હવામાન, વારંવાર થતા માવઠા ના કારણે ઘાસચારો અને પશુ દાણના પુરવઠા પર પણ અસર થતા દૂધ ઉત્પાદન મોંઘુ અને ઓછુ થયુ છે. જેથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં ડેરીના પેદાશોના ભાવ ઉંચા રહેવાની સંભાવના છે