આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ નો કાર્યક્રમ જાહેર કરેલ છે. અને તે મુજબ જીલ્લામાં મતદાનની તારીખ-૦૧/૧૨/૨૦૨૨ તેમજ મતગણતરી તારીખ-૦૮/૧૨/૨૦૨૨ નાં રોજ નકકી ક૨વામાં આવેલ છે.
વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ અંતર્ગત ભરૂચ જિલ્લામાં મતદાન આગામી તા.૦૧-૧૨-૨૦૨૨ ના રોજ યોજાનાર છે. આ ચૂંટણી માટે ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કરવા સમયે તેમના ટેકેદારો અથવા દરખાસ્ત કરનાર અને અન્ય ચાર વ્યક્તિઓ સહિત કુલ પાંચ વ્યક્તિઓને જ વાહનો સાથે ચૂંટણી અધિકારી/ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશ મળી શકશે. પાંચ કરતા વધુ વ્યક્તિઓના પ્રવેશ કરવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તુષાર સૂમેરા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ ઉમેદવારી પત્ર રજૂ કરવા આવતા સમયે ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં વધુમાં વધુ ત્રણ વાહનો એક સાથે પ્રવેશી શકશે. તેમજ ઉમેદવારી પ્રમાણપત્ર લેવા આવે ત્યારે પણ આ સુચનોનો અમલ કરવાનો રહેશે. ઉપરાંત વાહનોનો ખર્ચ પણ ઉમેદવારના ખર્ચમાં ઉધારવાનો રહેશે.
આ આદેશોનો અમલ ૧૦ ડિસેમ્બર સુધી કરવાનો રહેશે. જે ભરૂચ શહેર, તાલુકા અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ થશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે. તેમ ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ તુષાર સૂમેરા દ્વારા જાહેર કરેલા હુકમમાં જણાવાયું છે.