- 18 સપ્ટેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા પણ મોટો એસ્ટરોઇડ નજીકથી પસાર થશે…
આપણા સૌરમંડળમાં અને પૃથ્વીની આજુબાજુ હજારો ઉલ્કા પિંડ ફરતા હોય છે. આમાંના કેટલાક નાના પથ્થરો જેટલા તો કેટલાક ચંદ્ર કરતા પણ મોટા હોય છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાના જણાવ્યા અનુસાર, 18 સપ્ટેમ્બરના રોજ, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા પણ મોટો એસ્ટરોઇડ પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થવા જઈ રહ્યો છે.
એસ્ટરોઇડ નામ 2005 RX3
પૃથ્વીની નજીક આવનારી ઉલ્કા પિંડનું નામ 2005 RX3 છે. તે 62,820 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આપણા ગ્રહ તરફ આગળ વધી રહ્યો છે. આ પદાર્થ 18 સપ્ટેમ્બરે પૃથ્વીની 4.7 મિલિયન કિલોમીટર નજીક આવશે. કોસ્મિક સ્કેલ પર જોવા જઈએ તો આ અંતર વધારે નથી.
સ્પેસ એજન્સી અનુસાર, આ એસ્ટરોઇડ 2005માં એટલે કે 17 વર્ષ પહેલા આપણી પૃથ્વી નજીકથી પસાર થયો હતો. ત્યારથી અત્યાર સુધી નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી તેના પર નજર રાખી રહી છે. અનુમાન છે કે હવે આગામી સમયમાં તે વર્ષ 2036 માર્ચમાં પૃથ્વીની નજીકથી પસાર થશે.
આ અઠવાડિયે 5 એસ્ટરોઇડ આપણી નજીક આવી રહ્યા છે
10 સપ્ટેમ્બરે નાસાએ ચેતવણી જારી કરીને કહ્યું હતું કે 11 થી 18 સપ્ટેમ્બરની વચ્ચે પાંચ ઉલ્કાઓ પૃથ્વીની નજીક આવશે. આમાંથી એક 2005 RX3 છે. તો બીજી અન્ય ચાર એસ્ટરોઇડ વિશે પણ જાણીએ…
- 2022 QF: ઓગસ્ટ 2022 માં તેની શોધાયું હતું. તે 140 ફૂટ પહોળો લઘુગ્રહ છે, જે 11 સપ્ટેમ્બરે પૃથ્વીની સૌથી નજીક હતો. ઉલ્કા પિંડ 30,384 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આપણા ગ્રહના 73 લાખ કિલોમીટર નજીક આવ્યો હતો.
- 2008 RW: 2008માં તે શોધાયું હતું. લઘુગ્રહનું કદ 310 ફૂટ છે. તેનું કદ કુતુબ મિનાર કરતા પણ મોટું છે. તે 12 સપ્ટેમ્બરે 36,756 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની 67 લાખ કિલોમીટર નજીક આવ્યો હતો.
- 2022 QD1: 242 ફૂટ મોટી આ ઉલ્કાની શોધ ઓગસ્ટ 2022માં થઈ હતી. તે એક જ સમયે આખા શહેરને બરબાદ કરી શકે છે. નાસા અનુસાર, તે 16 સપ્ટેમ્બરે 34,200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની 7.4 મિલિયન કિલોમીટરની નજીક આવશે.
- 2022 QB37: 18 સપ્ટેમ્બરે 2005 RX3 સાથે, આ એસ્ટરોઇડ પણ આપણા ગ્રહની નજીકથી પસાર થશે. તેની ઝડપ 33,192 કિલોમીટર પ્રતિ કલાક હશે અને 183 ફૂટનો આ ઉલ્કાપિંડ 65 લાખ કિલોમીટર નજીક આવશે.