Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchએક એપ્રિલથી ભરૂચ જિલ્લાના 7676 કોમર્શિયલ વાહનોનો ફિટનેસ ટેસ્ટ...

એક એપ્રિલથી ભરૂચ જિલ્લાના 7676 કોમર્શિયલ વાહનોનો ફિટનેસ ટેસ્ટ…

Published by : Vanshika Gor

  • 15 વર્ષ જુના તમામ સરકારી વાહનોને ફરજિયાત સ્ક્રેપ કરી દેવાશે
  • કોમર્શિયલ વાહન જે 15 વર્ષ જુના હશે તેનો ફિટનેસ ટેસ્ટ થશે, જો ફેઈલ ગયા તો 30 દિવસ પછી ફરી ટેસ્ટ
  • રી ટેસ્ટમાં પાસ થયું તો વધુ 5 વર્ષ રોડ પર વાહન હંકારી શકાશે, બાકી સ્ક્રેપ કરી દેવાશે
  • ભરૂચ જિલ્લામાં 6 લાખથી વધુ વાહનો પૈકી 24000 થી વધુ ટુ વ્હીલર અને 10000 થી વધુ કારો 15 વર્ષ જૂની

સરકારે વાહનો માટે જાહેર કરેલી સ્ક્રેપ પોલિસી મુજબ ભરૂચ જિલ્લામાંથી RTO એ 15 વર્ષ જુના 42454 વાહનોનો ડેટા તૈયાર કરી દીધો છે. આગામી એક એપ્રિલથી આ પૈકી 7676 કોમર્શિયલ વાહનોએ ફરજિયાત ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવું પડશે. જ્યારે 15 વર્ષ જુના તમામ સરકારી વાહનોને ભંગાર ભેગા કરી દેવાશે.ભરૂચ જિલ્લામાં માર્ગો ઉપર દોડતા 42 હજારથી વધુ વાહનો એક ઝાટકે ગાયબ થઈ શકે છે. 15 વર્ષ જુના વાહનો અંગે કેન્દ્રએ જારી કરેલી સ્ક્રેપ પોલિસી હેઠળ હવે વાહન રોડ ઉપર દોડવા માટે ફિટ છે કે નહીં તેનો ટેસ્ટ આગામી એક એપ્રિલથી આપવો પડશે.

15 વર્ષ જુના કોમર્શિયલ હનોનો RTO ફિટનેસ ટેસ્ટ લેશે. જેમાં જો વાહન અનફિટ એટલે કે ફિટનેસ ટેસ્ટમાં ફેઈલ ગયું તો વાહન માલિકને 30 દિવસનો સમય મળશે. જે બાદ ફરી ફીટનેસ ટેસ્ટ લેવાશે. જો તેમાં પણ વાહન ફેઈલ ગયું તો સ્ક્રેપમાં મોકલી આપવામાં આવશે.જો વાહન ફિટનેસ ટેસ્ટમાં પાસ થઈ ગયું તો તેને વધુ 5 વર્ષ રસ્તા પર ચલાવવા માટે એક્સટેનસન અપાશે. જ્યારે સરકારી 15 વર્ષના વાહનોને તો ફરજીયાત સ્ક્રેપ કરી દેવામાં આવશે. સ્ક્રેપ પોલિસી હેઠળ વાહન માલિકોને અન્ય સહાય, લાભો પણ આપવામાં આવનાર છે.

ભરૂચ જિલ્લાની વાત કરીએ તો જિલ્લમાં કુલ 6 લાખથી વધુ વાહનો છે. જેમાં 42000 હજાર કરતા વધુ વાહનોને આવરી લેવામાં આવ્યા છે. કોમર્શીયલ વાહનો 15 વર્ષ કરતા વધુ જુના અને ખાનગી વાહનો 20 વર્ષ કરતા વધુ જુના હોય તેવા વાહનોને આવરી લેવામાં આવશે. જોકે ખાનગી વાહનોમાં પણ 15 વર્ષ જુના વાહને ફિટનેસ ટેસ્ટમાંથી પાસ થાય જ સ્ક્રેપ થવાથી વધુ 5 વર્ષનું જીવતદાન મળશે.ભરૂચ જીલ્લામાં આ પોલીસી અંતર્ગત 42452 વાહનો આવરી લેવાયા છે. જેમાં 2111 ટ્રેક્ટર, 4431 ટ્રક, 24000 દ્વિ ચક્રી વાહનો, 10778 કાર, 134 બસ તથા 1000 રીક્ષનો સમાવેશ થાય છે. આ તમામ વાહનોને સ્ક્રેપ પોલીસી હેઠળ જપ્ત કરી તેનો કાયમી નિકાલ કરવામાં આવશે. હાલ તો એક એપ્રિલથી આ પૈકી 7676 બસ, ટ્રેકટર, રીક્ષા સહિતના કોમર્શિયલ વાહનોના ફિટનેસ ટેસ્ટની કવાયત શરૂ કરાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!