Published by : Rana Kajal
આ અકસ્માતમાં કાવતરાની શંકા…. ઓડિશાના બાલાસોરમાં થયેલ ટ્રિપલ ટ્રેન અકસ્માતના બનાવમાં 285 કરતા વધુ મુસાફરોના મોત નીપજ્યા અને 900 કરતા મુસાફરોને ઇજા પહોંચી…આ બનાવની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી છે તેનું મુખ્ય કારણ એ છે કે આ ટ્રિપલ અકસ્માતના બનાવમાં ભાગફોડિયા તત્વોનું કાવતરું હોય શકે છે તેવી શંકા વિવિઘ કારણોસર ઉભી થઈ છે આ અકસ્માતમાં કાવતરાની શંકા જણાઈ રહી છે તેના કારણો જોતા ટ્રેન સુરક્ષાના નિષ્ણાતોના જણાવ્યા મુજબ ટ્રેનનો રૂટ ઍક વાર નકકી થઈ જાય પછી ટ્રેન બીજા રૂટ પર જાય તે શક્ય નથી.આ બનાવમાં ટ્રેન નિર્ધારીત અને નકકી કરેલ રૂટના બદલે બીજા રૂટ પર ગઇ છે તેનો અર્થ એ થાય કે સિસ્ટમ સાથે કોઇ છેડછાડ કરવામા આવી છે. અને છેડછાડ કરનારા તત્ત્વોને ખબર હતી કે ગુડ્સ ટ્રેન આજ ટ્રેક પર ઉભી છે આજ કારણોસર આ ટ્રિપલ ટ્રેન અકસ્માતની તપાસ સીબીઆઇ ને સોંપવામાં આવી છે.