પાકિસ્તાની ડિરેક્ટર અને રાઇટર સૈમ સાદિક દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘જૉયલેન્ડ’ પોતાના જ દેશમાં પ્રતિબંધિત થઈ ગઈ છે. જણાવી દઈએ કે આ ‘જૉયલેન્ડ’ પાકિસ્તાન તરફથી ઓસ્કાર ઓફિશિયલ એન્ટ્રી મેળવનારી ફિલ્મ છે. આ ફિલ્મ 18 નવેમ્બરે પડદાં પર લાવવામાં આવી હતી. જોકે તેના પર પ્રતિબંધ મુકવાથી દર્શકોને મોટો ઝટકો લાગ્યો છે. પાક. સૂચના પ્રસાર મંત્રાલયે ફિલ્મ પર ‘વધુ પડતા આપત્તિજનક વસ્તુ’ને લઈને પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ ફિલ્મે તે સમયે દુનિયાભરમાં ખ્યાતિ મેળવી છે, જ્યારે તેના 75માં ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022’નો જૂરી એવોર્ડ જીત્યો હતો. જૂરી એવોર્ડ જીત્યા બાદ તેને પૂરા વિશ્વમાં પસંદ કરવામાં આવી હતી. હર કોઈએ સોશિયલ મીડિયા પર ફિલ્મના જોરદાર વખાણ કર્યા છે.
‘જૉયલેન્ડ’થી સલિમ સાદિકે ડિરેક્ટર રુપે ફિલ્મોમાં પગ મુક્યો છે. ફિલ્મ સામાજિક દ્રશ્ય આધારિત છે. ફિલ્મ પાકિસ્તાનના લાહોરના એક પરિવારની છે. જ્યાં પિતૃસત્તાની મજબૂત પકડ જોવા મળે છે.