Published by : Rana Kajal
- રદ્દી અને નકામી વસ્તુઓ ભેગી કરી રૂ 1.25 કરોડ ભેગા કર્યા…
- એકત્રિત નાણાંમાંથી શતાબ્દી મહોત્સવ ઉજવ્યો…
અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજે સમાજને અનોખુ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. કડવા પાટીદારોએ શતાબ્દી મહોત્સવ ઉજવ્યો તેના માટે જરૂરી નાણાં એકત્રિત કરવા એમણે ઍક અભિયાનની શરૂઆત કરી. આ અભિયાનમાં રદ્દી અને ભંગાર ભેગુ કરવા અંગેની ઝુંબેશ શરૂ કરી. જેનું વેચાણ કરી રૂ 1.25 કરોડ મેળવી શતાબ્દી મહોત્સવની ઉજવણી કરી હતી. નખત્રાણા ખાતે ઉજવાયેલા શતાબ્દી મહોત્સવ પ્રસંગે ત્રણ કિલોમીટર લાંબી શોભાયાત્રા યોજવામા આવી હતી.આ શોભાયાત્રામાં આપવામા આવેલા ઠંડા પીણા અને પાણીની બોટલો પણ સમાજના કાર્યકરોએ ભેગી કરી તેમાંથી આવક ઉભી કરી હતી.