Published by : Rana Kajal
- પવન 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફુકાયો…. તો લઘુત્તમ તાપમાન 11ડિગ્રી નોંધાયું…
- વહેલી સવારે છવાતું ધુમ્મસ…ભરૂચ જિલ્લામાં હજી બે થી ત્રણ દીવસ ઠંડીનો ચમકારો રહેશે…
ભરૂચ જિલ્લામાં લોકો છેલ્લા સપ્તાહથી કાતીલ ઠંડીનો ચમકારો સહન કરી રહ્યા છે. સામાન્ય રીતે મકરસંક્રાતિ બાદ ધીમા પગલે ઠંડી વિદાય લેતી હોય છે પરંતુ આ વર્ષે ક્લાઈમેટ ચેન્જના પગલે મકરસંક્રાંતિ બાદ પણ ઠંડીનો ચમકારો જણાઈ રહયો છે. જૉકે આગામી દિવસોમા પણ આવોજ ઠંડીનો ચમકારો રહે તેવી સંભાવના જણાઈ રહી છે.
ઉત્તર ભારતમાં થઇ રહેલી હિમવર્ષાના કારણે ભરૂચ જિલ્લામાં તાપમાનનો પારો ગગડીને 11 ડીગ્રી સુધી પહોંચી જતાં લોકો ઠંડીમાં ઠુઠવાય રહયાં છે. ભરૂચ જિલ્લાવાસીઓ હાલ હાજા ગગડાવતી ઠંડીનો અનુભવ કરી રહયો છે. લોકોને દિવસે પણ ગરમ કપડા પહેરીને બહાર નીકળવાની ફરજ પડી રહી છે. ઉત્તર ભારતમાં થઇ રહેલી હિમવર્ષાના કારણે ગુજરાત ઠંડુગાર બની ગયું છે. જેમા ભરૂચ જિલ્લાનો પણ સમાવેશ થાય છે…
ભરૂચ જિલ્લાના શહેરી વિસ્તારોમાં પણ લોકો ગરમ વસ્ત્રોનો સહારો લઇ રહયાં છે. ભરૂચ શહેર તથા જિલ્લામાં પણ તાપમાન 11ડીગ્રી જેટલું રહેતાં લોકોની જીવનચર્યા ખોરવાઇ ચુકી છે. આગામી દિવસો પણ હજી ઠંડીનું મોજુ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. વહેલી સવારથી વાતાવરણમાં ધુમ્મસ છવાયેલું રહેતાં ઝિરો વિઝિબીલીટી જોવા મળી રહી છે. જેના કારણે વાહનચાલકો નજીકનું પણ જોઇ શકતા નથી જેના કારણે વાહનો એકદમ ધીમે ચલાવવાની લોકોને ફરજ પડી રહી છે. સુરજ નીકળતાની સાથે ધુમમ્સ ગાયબ થઇ જાય છે અને વાતાવરણ ચોખ્ખું બને છે.