- પિતાએ કહ્યું- મેં કાર આપી હોત તો ઘર આંગણે પડી રહેશે, પણ બુલડોઝરથી તો દીકરીને આવક થશે
લગ્નના પ્રસંગે દીકરીને બુલડોઝર આપવામા આવ્યુ હોય તેવો કદાચ પ્રથમ કિસ્સો બન્યો હતો લગ્નમાં દહેજમાં દીકરીને મોટરસાઈકલ અને કાર આપવાની બાબત સામાન્ય છે પરંતુ ઉત્તરપ્રદેશના હમીરપુરમાં પૂર્વ આર્મીમેને દીકરીના લગ્નમાં દહેજમાં બુલડોઝર આપ્યું છે. દીકરીના પિતાનું કહેવું છે, ‘મેં કાર આપી હોત તો તે ઘરના આંગણામાં પાર્ક થઈને ઊભી રહી હોત. પરંતુ બુલડોઝરથી તો કમાણી થશે. દીકરીએ પણ જમાઈ પાસેથી પૈસા માગવા નહીં પડે. આ બુલડોઝરથી બે-ત્રણ લોકોને રોજગારી પણ મળશે.બુલડોઝરની કિંમત 30 લાખની આસપાસ છે.આ ઘટના ઉત્તરપ્રદેશના દેવ ગામના સુમેરપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહીં રહેતો વિકાસ ઉર્ફે યોગેન્દ્ર એરફોર્સમાં છે. પિતા સ્વામીદિન ચક્રવર્તીએ યોગેન્દ્રના લગ્ન નજીકના પૂર્વ આર્મીમેન પરસરામ પ્રજાપતિની પુત્રી નેહા પ્રજાપતિ સાથે ગોઠવ્યા હતા. કન્યા નેહા પ્રજાપતિ સિવિલ સર્વિસની તૈયારી કરી રહી છે.હમીરપુરમાં વરરાજાને ગિફ્ટમાં બુલડોઝર આપવામાં આવ્યું હતુ તાજેતરમા તા 15 ડિસેમ્બરે નેહા અને યોગેન્દ્રમા લગ્ન શિવ લોન ગોર્ડન હાઉસમાં ધામધૂમથી કરવામાં આવ્યા હતા. સવારે જ્યારે વિદાય આપવામાં આવી ત્યારે કન્યાના પિતાએ દહેજમાં બુલડોઝર આપીને સૌને ચોંકાવી દીધા હતા.વરરાજાની પિતા સ્વામીદિન ચક્રવર્તીએ જણાવ્યું હતુ કે, અમને કન્યાના પિતાએ બુલડોઝર આપવાની વાત જણાવી હતી. અમે પણ આ બાબતે તેમના વાત સાથે સંમત થયા હતા, કારણ કે કાર તો ભલે ગમે એટલી મોંઘી હોય, પણ તે તો ઘર આંગણે પાર્ક થઈને ઉભી જ રહેવાની છે. કન્યાના પિતાએ લગ્નમાં જ્યારે બુલડોઝર આપ્યું ત્યારે સૌ જાનૈયાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જાનમાં આવેલા કેટલાક લોકો તો બુલડોઝર સાથેની સેલ્ફી પણ લેવા લાગ્યા હતા.