સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ શુક્રવારના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ રિલીઝ થતાં પહેલા જ ફેન્સો ઘણા એક્સાઈટેડ જોવા મળી રહ્યા હતા. પહેલા દિવસે ફિલ્મે 15.81 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ત્યારે હવે ફિલ્મના બીજા દિવસની કમાણીના આંકડા સામે આવ્યા છે. ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’એ બીજા દિવસે કુલ 25.75 કરોડનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મ ત્રીજા દિવસે કુલ 26.61 કરોડનું કલેક્શન કર્યું છે. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 68.17 કરોડ થઈ ગયું છે. ફિલ્મને ઈદની રજાનો લાભ મળ્યો છે. સલમાન ખાનની આ ફિલ્મ સાઉથ ફિલ્મ ‘વીરમ’ ની રિમેક છે. રિપોર્ટ્સ પ્રમાણે, આ ફિલ્મનું કુલ બજેટ 150 કરોડની આસપાસ છે. આ ફિલ્મ દેશભરમાં 4500થી વધુ સ્ક્રીન પર રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે પૂજા હેગડે, વેંકટેશ દગ્ગુબાતી, પલક તિવારી, શહેનાઝ ગિલ, ભૂમિકા ચાવલા, વિજેન્દર સિંહ, રાઘવ જુયાલ, સિદ્ધાર્થ નિગમ, જસ્સી ગિલ અને વિનાલી ભટનાગર પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં ભજવતાં જોવા મળશે.