Published by : Vanshika Gor
બ્રૂજ ભૂષણ સિંહ સામે તપાસ સમિતિ નિમાયા છતા ખેલાડીઓ નારાજ.. ત્રણ કુસ્તી સ્પર્ધામાં ખેલાડીઓએ ભાગ ન લેતા હવે સરકાર પણ ખેલાડીઓ સામે નારાજ કુસ્તી સંઘના અધ્યક્ષ સામે કુસ્તીના ખેલાડીઓએ યોન શોષણનો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો અને સાથેજ જ્યા સુધી આ બાબતે તપાસ ન થાય ત્યાં સુધી તમામ સ્તરની કુસ્તીમા ભાગ ન લેવા પણ નિર્ણય કર્યો હતો.આ નિર્ણય હજી પણ કાયમ હોવાથી ખેલાડીઓ કુસ્તીમાં ભાગ લઈ રહ્યા નથી .
તેવામાં આ વિવાદની તપાસમાં ઍક બાબત સામે આવી અને તે એ કે કુસ્તીના ખેલાડીઓ તપાસ સમિતિના સભ્યોથી ખુશ નથી. તેથી સરકારે સમિતિના ઍક સભ્ય તરીકે પુર્વ પહેલવાન બબીતા ફોગાતનો પણ સમિતિમાં સમાવેશ કર્યો. તેમ છતાં હજી પણ કુસ્તીના ખેલાડીઓ વિવિઘ સ્તરની કુસ્તી સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા નથી. તેથી હવે સરકાર પણ નારાજ છે. જ્યારે તપાસ ચાલી રહી છે અને સાથેજ પુર્વ પહેલવાન બબીતા ફોગટનો સમાવેશ તપાસ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે તયારે હવે ખેલાડીઓને કોઇ વાંધો ન હોવો જોઈએ એમ સરકાર માની રહી છે ત્યારે અધ્યક્ષ પર જે યોન શોષણના આક્ષેપ લાગ્યા છે તે ગંભીર છે તેમ છતા કોઇ નિર્ણય પર આવતા પહેલા યોગ્ય તપાસ કરવી જોઈએ અને તે માટે સરકારે તપાસ સમિતીની રચના કરી છે.