Published by : Rana Kajal
નવું વર્ષ દરેક સરકારી વર્ગના કર્મચારીઓને માટે ખુશી લાવનારું સાબિત થશે. નવા વર્ષમાં સરકારી કર્મચારીઓ માટે પગારને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. આ અપડેટ મુજબ 52 લાખથી વધુ કર્મચારીઓના પગાર ધોરણમાં વધારો આવી શકે છે. સરકાર આ પહેલાના વર્ષ 2022માં ફિટમેન્ટ ફેક્ટરને લઈને નિર્ણય લઇ શકે એવું લાગી રહ્યું હતું પરંતુ તે કોઈ કારણસર શક્ય બન્યું નહિ. જયારે અત્યારે આશા છે કે સરકાર આ સંદર્ભે કોઈ નિર્ણય પર આવી શકે છે. સરકાર જલ્દીથી જ આ માંગ સ્વીકારી શકે છે.
છેલ્લા ઘણા સમયથી કેન્દ્રીય કર્મચારીઓ તરફથી ફિટમેન્ટ ફેક્ટરને લઈને બદલાવ લાવવા માટે માંગણીઓ થઇ રહી છે. જેને લઈને કેન્દ્રીય કર્મચારી એસોસિયેશન અને સરકાર વચ્ચે ઘણી બેઠકો થઇ ચુકી છે. જેને બજેટ પછી માર્ચ 2023માં લાગુ કરવા અંગે જાહેરાત થઇ શકે છે. જો આવું થાય તો કેન્દ્રીય કર્મચારીઓના ભથ્થામાં બમ્પર વધારો થશે.
કેન્દ્રીય કર્મચારીઓના 7 th pay commission મુજબનું ફિટમેન્ટ ફેક્ટર 2.57 ટકા છે, જે મુજબ પગાર આપવામાં આવે છે. હવે કર્મચારીઓ તેને વધારીને 3.68 ગણું વધારવાની વાત કરી રહ્યા છે. જો એવું થાય તો મિનિમમ બેઝિક સેલેરી રૂ.18,000 થી વધીને રૂ.26,000 થઇ જશે. જો કેન્દ્ર સરકાર આ વાતને માન્ય રાખે છે તો કેન્દ્રીય કર્મચારીઓની બેઝિક સેલેરીમાં રૂ.8,000નો જંગી વધારો થશે. બેઝિક વધતાની સાથે જ મોંઘવારી ભથ્થું અને HRA પણ વધી જશે.




