- મનમૈત્રી સેવા ફાઉન્ડેશનની સેવાભાવી ડોક્ટર્સ ટીમે ભારે જહેમત ઉઠાવી કેન્સરગ્રસ્ત ગૌમાતાના શિંગડાંનું ઓપરેશન કરી ગાય માતાનો જીવ બચાવ્યો !
લગભગ એક અઠવાડિયા પહેલાં તારીખ ૨૮ ડિસેમ્બરના રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. માં કાપોદ્રા પાટિયા પાસે, ગડખોલ નિવાસી જીવદયા પ્રેમી કલ્પેશ ભાઈ વર્માનો સંસ્થાની હેલ્પલાઈન ઉપર કોલ મળ્યો અને એક મહિનાથી શિંગડામાં કૅન્સરથી પીડાતી ગૌમાતાને બચાવી લેવા મદદ માંગવામાં આવી હતી.

પરંતુ ગૌમાતા હરતા ફરતા અને ચરતાં નજરે ના દીઠતા આજરોજ મંગળવારે જીવદયાપ્રેમી વર્મા ભાઈને ફરી તે ગૌમાતા નજરે જોવામાં આવતા સંસ્થાની હેલ્પલાઈન ઉપર ફોન કરી મદદ માટે બોલાવવામાં આવતા તુરંત જ ડોક્ટર્સ ટીમ ગૌમાતાને ઑપરેશન કરી પીડા મુક્ત કરવા માટે સ્થળ ઉપર પહોંચી જઈ બે થી ત્રણ કલાકની ભારે જહેમત ભર્યું ઓપરેશન કરી કૅન્સરગ્રસ્ત શિંગડાને કાઢી લેવામાં સફળતા હાંસલ કરી તેમજ ત્યાં ઘામાં અસંખ્ય જીવજંતુ પડી ગયા હતા તે પણ મહામહેનતે કાઢી ગૌમાતાને મોટી રાહત આપવામાં સફળતા મળી.
આ સફળ ઓપરેશન માટેનો મુખ્ય શ્રેય નિષ્ણાત વેટરનરી ડૉ. શ્રી રવીન્દ્ર વસાવા સર સાથે પશુ નિરીક્ષક આદિત્ય સરને જાય છે અને તેઓની સાથમાં ત્યાંના સ્થાનિક જીવદયા પ્રેમીઓનો સરસ સાથ અને સહકાર મળ્યો તે માટે તેઓનો હાર્દિક આભાર માનવામાં આવ્યો.




