Saturday, April 4, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeElection 2022કોંગ્રેસે વોટ બેંક માટે જ રામ મંદિર ન બનાવ્યું: ખંભાતમાં અમિત શાહ

કોંગ્રેસે વોટ બેંક માટે જ રામ મંદિર ન બનાવ્યું: ખંભાતમાં અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે છે. અહીં અમિત શાહ ચાર ચૂંટણી સભા સંબોધશે. આજે તેમણે ખંભાતમાં ચૂંટણી સભા યોજી હતી. ખંભાતમાં અમિત શાહે કોંગ્રેસ પર અનેક પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ‘કોંગ્રેસે પોતાના શાસનમાં ગરીબોને લૂંટ્યા જ છે. કોંગ્રેસ હંમેશા વોટ બેંક માટે કામ કરે છે. રામ મંદિર પણ વોટ બેંક માટે જ ન બનાવ્યું’. તેઓ 2 વાગે થરાદ, 4 વાગે ડીસા અને રાત્રે 8.00 વાગે અમદાવાદની સાબરમતિ બેઠક પર પણ જાહેર સભા કરશે. ખંભાતમાં અમિત શાહે જણાવ્યુ છે કે, કોંગ્રેસને સરદાર સાહેબનું નામ લેવાનો અધિકારી નથી, કોંગ્રેસે માત્ર વોટબેન્કની ચિંતા કરી. અમિત શાહે જનસભાને સંબોધતા જણાવ્યુ કે, ભાજપ પર ખંભાતનું મોટુ ઋણ છે. કોંગ્રેસવાળા નવા કપડા પહેરીને આવી ગયા છે. કોંગ્રેસને વોટ આપશો તો ફરી રમખાણો થશે. અમે કોઈ વોટબેંકથી નથી ડરતા. કોંગ્રેસે વોટબેંક માટે જ રામ મંદિર બનાવ્યું ન હતુ. કોંગ્રેસે હંમેશા સરદાર સાહેબનું અપમાન કર્યુ છે. કોંગ્રેસવાળા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા નથી જતા. કોંગ્રેસ સત્તામાં નથી તો કોંગ્રેસે કયા કામ કર્યા તે સમજાતુ નથી. આજકાલ કોંગ્રેસ સરદાર સાહેબનું નામ લે છે પરંતુ નરેન્દ્રભાઈએ સરદાર સાહેબને સન્માન અપાવ્યુ. આ સાથે તેમમે જણાવ્યુ કે, ‘કોંગ્રેસે 370 ની કલમ ન હટાવી કેમ કે, એમની વોટબેંક તૂટી જાય. દુનિયાભરના અર્થતંત્રમાં ભારત મજબૂત થયું છે. મનમોહને 11માં નંબરે અર્થતંત્રને રાખ્યું હતુ. ભાજપે અર્થતંત્રને મજબૂત બનાવ્યુ. નરેન્દ્રભાઈ અર્થતંત્રને પાંચમાં નંબર સુધી લાવ્યા. આ સાથે ટ્રિપલ તલાક હટાવાતા કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security