Published By : Parul Patel
ચીનને કારણ વગર ભારતના હિતો વચ્ચે નડતર રૂપ બનવાની આદત પડી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. હાલમાં રશિયા પાસેથી ભારતને મળતા સસ્તા ક્રૂડ ઓઇલ મેળવવા બાબતે પણ ચીને ફાચર મારી હોય તેમ સ્પષ્ટ પણે જણાય રહ્યું છે.
આ બાબતને વધુ વિગતે જોતા રશિયા પાસેથી ભારત ક્રૂડ તેલ ખરીદે છે એપ્રિલ 2023 માં રશિયાએ ભારતને દૈનિક 16.80 લાખ બેરલ ક્રૂડ તેલ પુરૂ પાડ્યું હતું. આ તેલ ભારતને પ્રમાણમાં સસ્તા ભાવે મળી રહ્યુ હતુ. એટલુજ નહિ પરંતું ભારતે માર્ચ 2023 માં જે ઓઇલ ખરીદ્યુ હતુ તેના કરતા એપ્રિલ માસમાં 4 ટકા વધુ ઓઇલ ખરીદ્યુ હતુ.
હવે ચીને કેવી રીતે ફાચર મારી…તેની વિગત જોતા એપ્રિલમાં ચીને રશિયા ખાતેથી 11 લાખ બેરલ ક્રૂડ ઓઇલ પ્રાપ્ત કર્યુ હતું. હવે ચીને ઓઇલની ખરીદીમાં અચાનક વધારો કરતા હવે ભારતને રશિયા ખાતેથી ક્રૂડ ઓઇલ જે 15 થી 18 ડોલર પ્રતિ બેરલ ડિસ્કાઉન્ટમાં ઓઇલ મળતું હોવાથી, હવે ચીન ઓઇલની ખરીદીમાં સ્પર્ધામાં આવતા હવે ડિસ્કાઉન્ટ ઘટી જશે અને ઘટીને 10 થી 12 ડોલર થઈ જાય તેવી સંભાવના જણાય રહી છે. આમ ઓઇલની ખરીદીમાં ચીને ફાચર મારતા ભારતને આર્થીક નુકશાન થાય તેવી સંભાવના છે.