ભરૂચ શહેરમાં વર્ષો જૂની જર્જરિત 400 થી વધુ ઇમારતો અત્યંત જોખમી હોવા છતાં વર્ષોથી ભરૂચ પાલિકા માત્ર નોટિસો બજાવી પોતાની જવાબદારી નિભાવી રહી છે. ચોમાસા માં વરસાદી માહોલમાં આ મકાનો ધરાશયી થવાની કે તેમનો અમુક ભાગ તૂટી પડવાની ઘટના બની રહી છે. જેમાં ઇજા અને નુકશાની સર્જાઈ રહી છે.બુધવારે પણ ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર 10 માં આવેલા કોટ પારસીવાડ વિસ્તારમાં એક ઈમારતનો અમુક ભાગ તૂટી પડ્યો હતો. ત્રણ મંજલી ઈમારતનો ઉપરનો ભાગ કડડભૂસ થતા મકાનમાં નીચે રહેલી મહિલા ઉપર કાટમાળ પડ્યો હતો. મહિલા ત્યાં જ ઢળી પડી હતી.
જર્જરિત ઈમારતોનો કાટમાળ તૂટી પડવાની ઉપરાછાપરી ઘટનાઓ પણ વર્ષોથી નોટિસો બજાવી જવાબદારીમાંથી છટકી જતું પાલિકા તંત્ર
ઘટનામાં સબાના શેખ નામની મહિલાને ગંભીર ઇજા પોહચતા ભરૂચ બાદ વધુ સારવાર અર્થે સુરત ખસેડવામાં આવ્યા છે. જેઓને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટના બાદ ફાયર ફાઈટરો દોડતા થઈ ગયા હતા. અને જોખમી કાટમાળને દૂર કરવા કવાયત હાથ ધરી હતી.પારસીવાડમાં સતત ઈમારત ઘસી પડવાની આ ત્રીજી ઘટના બની છે. આજની ઘટનામાં મહિલા ઉપર કાટમાળ પડવાના લાઈવ સીસીટીવી સામે આવ્યા હતા.