Published by : Rana Kajal
- જીનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ દિલ્હી લેબમાં મોકલાયા….
- બાળકની હાલત ગંભીર જણાતાં વેન્ટિલેટર પર શિફ્ટ કરાયું…
ઉત્તરપ્રદેશના મેરઠમાં 5 વર્ષનો બાળક કોરોનાથી સંક્રમિત જણાયો મળ્યો છે. બાળકને મેરઠની ન્યૂટિમા હોસ્પિટલમાં દાખલ કરાયો છે. હાલત એટલી ગંભીર છે તેને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યો છે…બાળકના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે દિલ્હી લેબમાં મોકલવામાં આવ્યા છે. મેરઠના આરોગ્ય વિભાગે બાળકને કોરોના સંક્રમિત મળ્યા બાદ નવું એલર્ટ જાહેર કર્યું છે.હાઈ ન્યુમોનિયાથી બાળકની હાલત ગંભીર
બાળકને 22 ડિસેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની ઉંમર 5 વર્ષની છે. બાળક મૂળ બિજનૌરનો છે. બાળક લાંબા સમયથી ન્યુમોનિયાથી પીડિત છે. પરિવારજનોએ પહેલા બિજનૌરમાં રહીને સારવાર કરાવી. જ્યારે બાળક સ્વસ્થ ન થયો, ત્યારે તેને મેરઠ રિફર કરવામાં આવ્યો હતો..
બાળરોગ નિષ્ણાત ડો.અમિત ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર, ‘બાળકની હાલત ગંભીર છે, તેથી જ તેને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યો છે. બાળકમાં તમામ લક્ષણો કોરોનાના છે. બાળકનું RTPCR કોવિડ પોઝિટિવ આવ્યું છે. બાળકને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. લાંબા સમય પછી આવા હાઈ ન્યુમોનિયાનો દર્દી આવ્યો છે અને કોવિડની પુષ્ટિ પણ થઈ છે. કોવિડ વેરિયન્ટ જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટ પરથી જ જાણી શકશે.જો કે હાલ ભારતમાં કુલ ૨૨૬ કોરોના પોઝીટીવ કેસ જણાયા છે જે સારવાર હેઠળ છે.