અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર આવેલ ઋતુરાજ બંગ્લોઝમાં રહેતો જયશંકર પ્રસાદ કિશોર પ્રસાદ અને તેનો મિત્ર પવન યાદવ સાથે નેશનલ સ્કુલ પાસે ઉભા હતા તે દરમિયાન મિત્રનો નાનો ભાઈ મોનું નિરંજન યાદવ ત્યાં ફોર વ્હીલ ગાડી લઈને આવ્યો હતો અને બંને મજાક મસ્તી કરતા હતા.
દરમિયાન મોનું યાદવે જયશંકર પ્રસાદને તમાચા ચોઢી દીધા હતા તેણે પણ એક તમાચો મારી દીધો હતો જે બાદ મોનું યાદવ તેની ફોર વ્હીલ ગાડીમાં બેસાડી પવન યાદવ અને જયશંકર પ્રસાદને કોસમડી ગામની મીરાં-માધવ સોસાયટીની પાછળ આવેલ પાણીની કેનાલ પાસે લઇ ગયો હતો અને તે મને કેમ તમાચા માર્યા તેમ કહી આવેશમાં આવી જઈ અપશબ્દો ઉચ્ચારી ગાડીમાં રહેલ લાકડી લઇ આવી મારામારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયો હતો મારામારી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.