Published By : Patel Shital
- ગુજરાત જાયન્ટ્સે મિતાલીને ફ્રેન્ચાઈઝીની મેન્ટર બનાવી…
- તેના ડાન્સના સ્ટેપથી સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું હતું…
ગુજરાત જાયન્ટ્સ દ્વારા હાલમાં શેર કરવામાં આવેલા એક વિડિયોમાં ભરતનાટ્યમ ટ્રેઈન ડાન્સર મિતાલી રાજ સાઉથના હિટ સોન્ગ ‘Manike Mage Hithe’ પર ડાન્સ કરતી જોવા મળી. ફેન્સ મિતાલીના ડાન્સ મૂવ્સથી ઘણાં જ પ્રભાવિત થયા અને લોકોએ આ વિડિયોને ઘણો જ પસંદ કર્યો હતો. ટીમના મેન્ટર તરીકે 40 વર્ષની ક્રિકેટર મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપશે અને ગુજરાતમાં ગ્રાઉન્ડ લેવલ પર રમતને વિકસિત કરવામાં મદદ કરશે. મિતાલી રાજના અદભુત ડાન્સના વિડિયોમાં માત્ર મિતાલી જ નહીં પરંતુ તેની પાછળ બે મહિલા ખેલાડી પણ ડાન્સ કરતી જોવા મળે છે. મિતાલી રાજે જણાવ્યું કે મહિલા ક્રિકેટ સતત વધી રહ્યું છે અને આ પ્રકારની પ્રેરણાથી નિઃસંદેહ યુવા મહિલા ખેલાડીઓને પ્રોફેશનલ રીતે ક્રિકેટ રમવા પર વિચાર કરવા માટે પ્રોત્સાહિત કરશે. મારું માનવું છે કે કોર્પોરેટ્સની ઉચ્ચ પ્રભાવશાળી ભાગીદારી અંતતઃ ભારતને વધુ ગૌરવ અપાવવાની પ્રક્રિયાને ગતિ આપવામાં મદદ કરશે. આ સ્તરનો પ્રભાવ ખેલની હાલની સ્થિતિને મજબૂત કરવામાં અને મહિલા એથેલિટ્સને આગળ વધારવામાં મદદ કરી શકે છે. મહિલા પ્રિમિયર લીગ અંગે મિતાલી જણાવ્યું હતું કે BCCIની નવી પહેલથી વુમન્સ ક્રિકેટને ઝડપથી આગળ વધવામાં મદદ મળશે અને યુવા ખેલાડીઓ વ્યવસાયિક રીતે ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહિત થશે.