ન્યૂયોર્ક
હવે તો યુ.એસમાં કેટલાક ડ્રાઇવર-ડૉક્ટર પણ હથિયારોના એજન્ટ બની ગયા છે વર્ષ 2022 માં રોકેટ, ગ્રેનેડ સહિત આશરે 250 કરોડના હથિયારનું વેચાણ થયુ હોવાનુ માનવામા આવી રહ્યુ છે તો મહત્વની બાબત એ પણ છે કે અમેરિકામાં સામાન્ય લોકોના હથિયાર લે વેચ બાબતે વચેટિયા બનવા પર રોક નથી. ગન કલ્ચર સાથે આડેધડ શૂટિંગના વધતા જતા દૂષણથી હેરાન પરેશાન એવા અમેરિકામાં હથિયારોના ધંધામાં હવે સામાન્ય લોકો પણ સામેલ થઇ રહ્યા છે. તે બાબત ચિંતાજનક છે હથીયારના આ કારોબારમાં ડૉક્ટરથી લઇને ડ્રાઇવરો પણ જોડાયા છે. જેઓ વચેટિયાની ભૂમિકા નિભાવી રહ્યા છે. તેનું જ પરિણામ છે કે રશિયાના હુમલાઓ વચ્ચે યુક્રેનને આ વચેટિયાઓથી 3 કરોડ ડોલર એટલે કે અંદાજે 246 કરોડ રૂ.ના રોકેટ, ગ્રેનેડ અને અન્ય હથિયારો મળ્યા હતા. આ બાબતે એક ઉદાહરણ જોતા કેટલાક સમય પહેલા સેન્ટ લુઇસ શહેરમાં લિમોસિન કંપનીમાં ડ્રાઇવરની નોકરી ગુમાવનાર માર્ટિ જ્લાતેવને નવી નોકરીની જરૂર હતી. ત્યારે તેને આર્મ્સ એજન્ટ તરીકે મોટી તક મળી. આ કારોબારમાં જ્લાતેવને ઓર્થોપેડિક ડૉક્ટર હીથર જોર્જજીવસ્કીકાનો સહયોગ મળ્યો હતો.અમેરિકામાં નિયમ છે કે બિનવ્યૂહાત્મક હથિયારોની ડીલમાં સામાન્ય લોકો પણ એજન્ટ બનીને હથિયારોની નિકાસ કરી શકે છે.