શિયાળામાં વસાણા ખાઈને સેહત બનાવોને બાર મહિના નિરોગી રહો. શિયાળો આવે એટલે સ્વાથ્ય માટે ગુણકારી હોય એવા શાકભાજીને વસાણા ખાવાનું બધા ચાલુ કરી દેતા હોય છે કેમ કે વસાણા જે બીજી ઋતુમાં ગરમ લાગેએ શિયાળામાં ગરમ નથી લાગતા એટલે શિયાળો આવતા જ બધા પોતાની સેહત બનાવવા લાગી જાય છે તો આજ આપણે એવા જ એક વસાણા વાળા ગુંદર પાક – ગુંદ ના લાડવા બનાવવાની રીત શીખીએ.
ગુંદરના લાડુ બનાવવા જરૂરી સામગ્રી
• 2 કપ ઘઉં નો લોટ
• 1/4 કપ ઘઉંનો કરકરો લોટ 4 કપ
• 250 ગ્રામ ઘી
• 250 ગ્રામ ગોળ
• 50 ગ્રામ સૂકા નારિયળ નું છીણ
• 150 ગ્રામ ગુંદ
• 50 ગ્રામ કાજુ
• 50 ગ્રામ બદામ
• 50 ગ્રામ પિસ્તા
• 50 ગ્રામ અખરોટ
• 1 ચમચી સુઠ
• 1 ચમચી એલચી
• 1/4 ચમચી જાયફળ પાવડર
ગુંદના લાડુ બનાવવાની રીત
1.ગુંદરપાક/ગુંદના લાડુ બનાવવા સૌ પ્રથમ એક કડાઈ ગેસ પર ગરમ કરવા મૂકો
2. હવે એમાં એક બે ચમચા ઘી ગરમ કરો ઘી ગ૨મ થાય એટલે ગેસ ધીમો કરી નાખો
3. હવે ગરમ ઘીમાં થોડો ગુંદ નાખી ગોલ્ડન તરી લેવો . આમ થોડો થોડો કરી બધો જ ગુંદ ગોલ્ડન તરી લેવો(ગુંદ તરતી વખતે જરૂર લાગે તો એક બે ચમચા બીજું ઘી નાખી શકો છો)
4. તરલા ગુંદ ને એક બાજુ મૂકો
5. હવે એ જ કડાઈમાં એક ચમચી ઘી નાખી કાજુ ના કટકા, બદામ ના કટકા, પીસ્તા ના કટકા ને અખરોટના કટકા નાખી ધીમા તાપે શેકી લેવા ડ્રાય ફ્રૂટ શેકાઈ જાય એટલે એને બીજા વાસણમાં કાઢીલ્યો
6. ત્યારબાદ એ જ કડાઈમાં સૂકા નારિયળનું છીણનાંખી ધીમા તાપે 3-4 મિનિટ શેકીલ્યો. શેકેલા નારિયેળના છીણને ડ્રાયફ્રુટ સાથે કાઢી લ્યો.
7. હવે એ જ કડાઈમાં બાકી રહેલું ઘી લ્યોને ઘીને બરોબર ગરમ કરો
8. ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં ઘઉંનો કરકરો લોટ ને ઘઉંનો લોટ નાખી ધીમા તાપે હલાવતા રહોને લોટને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો લોટ બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરીને 4-5 મિનિટ હલાવતાથી જેથી લોટ બરીના જાય
9. શેકેલો લોટ થોડો ઠંડો થાય એટલે એમાં તરી રાખેલ ગુંદને ડ્રાયફ્રુટને નારિયળ છીણ નાખી બરોબર મિક્સ કરો
10. હવે ગેસ પર એક કડાઈમાં 2-3 ચમચી ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે એમાં છીણેલો ગોળ નાખી ધીમાતાપે ગોળને ઓગાળો ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી નાખો
11. હવે જે ઓગળેલા ગોળને લોટના મિશ્રણમાં નાખી બરોબર મિક્સ કરો ત્યાર બાદ એમાં જાયફળ પાવડર, સુંઠ પાવડર ને એલચી પાવડર નાખીને બરોબર મિક્સ કરો
12. બધું બરોબર મિક્સ થઈ જાય એટલે એક ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં પાથરી નાખી વાટકા વડે દબાવીને સેટ કરો ને ઉ૫૨થી ડ્રાય ફ્રૂટ છાટીને દબાવી દયો અને ચાકુ વડે કાપા પડી ઠંડુ થવા દયો
13. ઠંડુ થઈ જાય એટલે ચાકુથી પીસ કરી પીસ કાઢીલ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લો અથવા તો મિશ્રણ થોડુ ઠંડુ થવા દો ત્યાર બાદ થોડો થોડો હાથમાં લઇ લાડવા બનાવી લ્યોને લાડવા ને ઠંડા થવા દો. ત્યાર બાદ એર ટાઇટ ડબ્બામાં ભરી લો.